શિકાર/ ગીરગઢડાના થોરડી ગામની સાંગાવાડી નદીમાં મગરે પશુ ચરાવતા વૃધ્ધને પાણીમાં ખેચી જતા મોત

ગીર જંગલ વિસ્તારને અડી આવેલા ગીરગઢડાના થોરડી ગામની સાંગાવાડી નદીમાં મગરે પશુપાકલ વૃધ્ધને પાણીમાં ખેચી જતા મોત, મગરે ભેંસ પર હુમલો કરતા તેને બચાવવા જતાં વૃધ્ધને જ મગર ઉંડા પાણીમાં ખેચી ગઇ.

Gujarat Others
crocodile ગીરગઢડાના થોરડી ગામની સાંગાવાડી નદીમાં મગરે પશુ ચરાવતા વૃધ્ધને પાણીમાં ખેચી જતા મોત

ગીર જંગલ વિસ્તારને અડી આવેલા ગીરગઢડાના થોરડી ગામની સાંગાવાડી નદીમાં મગરે પશુપાકલ વૃધ્ધને પાણીમાં ખેચી જતા મોત, મગરે ભેંસ પર હુમલો કરતા તેને બચાવવા જતાં વૃધ્ધને જ મગર ઉંડા પાણીમાં ખેચી ગઇ.

@ કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના(ગીર)

ઊનાનાં ગીરગઢડા તાલુકાના ગીર જંગલ બોર્ડને અડી આવેલ થોરડી ગામના માલધારી પશુ ચરાવતા હતા. એ વખતે નદીમાંથી મગર આવી ચડતા માલધારી વૃધ્ધનો પગ ચેખી પાણીમાં ખેચી લઇ જતાં મોત નિપજતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ છે.

થોરડી ગામે રહેતા માલધારી ગોબરભાઇ ભગવાનભાઇ ગોહીલ ઉ.વ.65 ગામ પાસે આવેલ સ્મશાન વિસ્તાર નજીક સાંગાવાડી નદી આસપાસ પોતાના માલઢોર ચરાવતા હતા. એ વખતે ભેંસ નદીમાં પાણી પીવા ગયેલ ત્યારે અચાનક મહાકાય મગર નદીમાં આવી ચડતા પ્રથમ ભેંસ પર હુમલો કરતા તેને બચાવવા ગોબરભાઇ જતાં તેના પર મહાકાય મગરે હુમલો કરી નદીના ઉંડા પાણીમાં ખેચી લઇ જતાં મોત નિપજ્યુ હતું. આ મહાકાય મગરે તેના જડબામાં ગોબરભાઇનો પગ પકડી લીધેલ ત્યારે રાડારાડ કરતા આસપાસના લોકો બચાવવા દોડી ગયેલ પરંતુ મગરે ઉંડા પાણીમાં ખેચી લઇ જતાં વૃધ્ધનું નદીના ઉંડા પાણીમાં મોત નિપજ્યુ હતું.

ઘટનાની જાણ ગામમાં વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે દોડી ગયા હતા. અને આ બનાવની જાણ વનવિભાગને કરતા બાબરીયા રેન્જના વનવિભાગની ટીમ તાત્કાલીક દોડી ગયેલ હતી. અને નદીના પાણીમાંથી વૃધ્ધની શોધખોળ શરૂ કરતા બે કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવેલ હતો. અને મૃતદેહને પી એમ માટે ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે.

 ગીર બોર્ડર પાસે આવેલ થોરડી ગામમાં રહેતા અને માલઢોર પશુઓને ચરાવી ધરનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગોબરભાઇને સંતાન ન હોય અને પરીવારમાં માત્ર પતિ-પત્નિ બન્ને રહેતા હોય અને બપોરના સાડા બાર વાગ્યે સાંગાવાડી નદીમાં મગરે ભેંસ પર હુમલો કરતા ગોબરભાઇ દોટ મુકી બચાવવા જતાં ગોબરભાઇના પગને જડબામાં દબોચી ઉંડા પાણીમાં ખેચી લઇ જઇ મોત નિપજતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…