અકસ્માત/ બેધ્યાન બનેલો ત્રણ વર્ષનો બાળક છત ઉપરથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત

  દરેક માતા પિતાની જવાબદારી હોય છે કે તેમનો બાળક ઘરની અંદર કે પછી ઘરની બહાર જો તે ખેલકૂદ કરી રહ્યો હોય તો તેના ઉપર  સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે. તે કોની સાથે શું રમી રહ્યો છે, રમતાં રમતાં તેને કોઈ વસ્તુ વાગી તો નહિ જશેને, તેની કાળજી પણ રાખવી જોઈએ. કારણકે બાળક ને રમતગમતની પ્રવુતિમાં […]

Gujarat
child death બેધ્યાન બનેલો ત્રણ વર્ષનો બાળક છત ઉપરથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત

 

દરેક માતા પિતાની જવાબદારી હોય છે કે તેમનો બાળક ઘરની અંદર કે પછી ઘરની બહાર જો તે ખેલકૂદ કરી રહ્યો હોય તો તેના ઉપર  સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે. તે કોની સાથે શું રમી રહ્યો છે, રમતાં રમતાં તેને કોઈ વસ્તુ વાગી તો નહિ જશેને, તેની કાળજી પણ રાખવી જોઈએ. કારણકે બાળક ને રમતગમતની પ્રવુતિમાં કોઈ પણ વસ્તુનું ભાન હોતું નથી કે તે શું કરી રહ્યો છે અને અને શું નથી કરી રહ્યો છે અને ઘણી વાર બાળકની એક નાનકડી ભૂલના કારણે માં બાપને રડવાનો વારો આવતો હોય છે અને આવોજ એક કિસ્સો મોરબી ખાતે બન્યો છે.

 

જેમાં મોરબીના લગધીરપુર રોડ પર આવેલ પેકેજીંગના કારખાનામાં ૩ વર્ષનું બાળક છત પરથી પડી જતા ઈજા તથા સારવાર માટે રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ પ્લસ પેકેજીંગ કારખાનામાં રહેતા આયુષ અશોકભાઈ રાઠોડ (ઉ.૩) ગત તા.૨૫-૦૫-૨૦૨૧ ના રોજ છત પરથી પડી જતા ઈજા થતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવ્યો હોય જ્યાં અમદવાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે