Anant-Radhika Engagement/ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની સગાઈની વિધિ પરંપરાગત રીતે પૂર્ણ થઈ છે

Entertainment
5 2 14 અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર

Anant-Radhika Engagement: અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની સગાઈની વિધિ પરંપરાગત રીતે પૂર્ણ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ ગોળ ધાના અને ચુંદળી રીતરિવાજથી સગાઈ કરી હતી. આ દરમિયાન મુકેશ અંબાણીનો આખો પરિવાર એન્ટિલિયામાં હાજર હતો. મુકેશ અંબાણીના મુંબઈના ઘર એન્ટિલિયાને સગાઈ માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું.

5 2 15 અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર

આ ભવ્ય કાર્યક્રમમાં (Anant-Radhika Engagement) અંબાણી પરિવારના ઘણા નજીકના અને સેલેબ્સ પણ ભાગ લેવા પહોંચ્યા હતા. સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ સાથે જોડાયો હતો. સચિને ઇવેન્ટ માટે સફેદ અને સોનેરી રંગનો કુર્તા-પાયજામા પહેર્યો હતો, જ્યારે તેની પત્ની સાડીમાં અદભૂત દેખાતી હતી. શ્રેયા ઘોષાલ પણ ફંક્શનમાં જોવા મળી હતી. તેણે આ ખાસ અવસર પર લાલ રંગનો શરારા પહેર્યો હતો.

5 2 16 અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર

બોલિવૂડ એક્ટર આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં હાજરી આપવા આવી હતી. તેણે ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. આ સિવાય ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા, તેમની પત્ની અને ફિલ્મ સમીક્ષક અનુપમા ચોપરા પણ જોવા મળ્યા હતા. રાજકુમાર હિરાનીએ પણ તેની સાથે પોઝ આપ્યો હતો.

5 2 17 અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર

બોલિવૂડ ખિલાડી કુમાર અક્ષય કુમારે પણ અનંત-રાધિકાની સગાઈમાં પોતાની હાજરી દર્શાવી હતી. અક્ષય ઉપરાંત બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે પણ ભાગ લીધો હતો.

5 2 18 અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર

બોલિવૂડ એક્ટર વરુણ ધવને પણ પત્ની નતાશા દલાલની સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની  સગાઈમાં હાજરી આપી હતી. જયારે સારા અલી ખાને પરંપરાગત સફેદ ડ્રેસ પહેરીને પણ સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ સારા સાથે જોવા મળ્યા હતા.

Entertentment/પઠાણ વિવાદ વચ્ચે અશોક પંડિતે ફિલ્મો પર PM મોદીના નિવેદનનું કર્યું સ્વાગત, કહ્યું..

rakhi samwat/મુંબઇ પોલીસે રાખી સાંવતની આ કારણસર કરી ધરપકડ,જાણો

Entertentment/ક્યાં થશે KL રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન, સુનિલ શેટ્ટીએ આપ્યો આ સંકેત

Entertentment/રજનીકાંતની આ ફિલ્મમાં જોવા મળશે સાઉથના આ દિગ્ગજ સ્ટાર્સ, બિગ બી પણ કરી શકે છે એન્ટ્રી

Video/અજય દેવગનની ફિલ્મ ભોલાનું પોસ્ટર રિલીઝ, તબ્બુની શાનદાર સ્ટાઈલ તમને કરશે દિવાના