અમદાવાદ/ આંખમાં મરચાની ભૂકી નાંખી આંગડિયા પેઢીમાં અઢી કરોડની કરાઈ લૂંટ,પોલીસે આરોપીને ઝડપી લીધો

અમદાવાદ શહેરમાં  લૂટ, મારામારી ના બનાવો વધતા  જોવા મળી રહ્યા છે . શહેર માં આવી ઘટના લીધે શહેરનું સ્તર કથળતું જોવા મળી રહ્યું છે . ત્યારે  રાજય માં વધુ એક  કિસ્સો આવો જોવા મળ્યો જેમાં  વસ્ત્રાપુરમાં કરોડો રૂપિયાની લૂંટનો પ્રયાસ  સામે આવ્યો છે.

Ahmedabad Gujarat
Untitled 237 આંખમાં મરચાની ભૂકી નાંખી આંગડિયા પેઢીમાં અઢી કરોડની કરાઈ લૂંટ,પોલીસે આરોપીને ઝડપી લીધો

   અમદાવાદ શહેરમાં  લૂટ, મારામારી ના બનાવો વધતા  જોવા મળી રહ્યા છે . શહેર માં આવી ઘટના લીધે શહેરનું સ્તર કથળતું જોવા મળી રહ્યું છે . ત્યારે  રાજય માં વધુ એક  કિસ્સો આવો જોવા મળ્યો જેમાં  વસ્ત્રાપુરમાં કરોડો રૂપિયાની લૂંટનો પ્રયાસ  સામે આવ્યો છે.જેમાં   ટ્રેડિંગ કંપનીના કર્મચારીના આંખમાં મરચાની ભુકી નાંખીને એક્ટિવા ઉપર આવેલી કર્મચારીએ કરોડો રૂપિયા ભરેલી બેગ લઈને ભાગવા ગયો હતો. કર્મચારીએ કરોડો રૂપિયા લઈને ભાગતા લૂંટારુની એક્ટિવા લઈને ભાગે એ પહેલા જ પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા CCTV દ્રશ્યોમાં દિલધડક લૂંટ કેદ થતી જોવા મળી રહી છે . જેમાં એક્ટિવા પર બુકાની બાંધીને આવેલો લૂંટારો ગ્રો મોર ટ્રેડિંગ કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાખીને પૈસા ભેરલી બેગની લૂંટ કરીને ફરાર  થઇ ગયો હતો .  પરંતુ એક  કર્મચારીએ તેની એક્ટિવા ઝડપી લીધી.

આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીનું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે : CM રૂપાણી

આ  ઘટના સમયે જ  અન્ય વેપારીઓ અને પોલીસ પહોંચી જતા લૂંટારું પોલીસ પકડમાં  તે આવી ગયો. ઘટનાની વાત કરીએ તો  ગ્રો મોર કંપનીના બે કર્મચારી  સુનિલ ચૌહાણ, સતિષ પટણી IDBI બેન્કમાં પૈસા ઉપાડીને નીકળી રહ્યો હતો.  કર્મચારીએ પૈસા ગાડીમાં મુક્યાં અને ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે આંખમાં મરચું નાખીને કરોડો રૂપિયા ભરેલી બેગની લૂંટનો પ્રયાસ કર્યો હતો.કરોડોની લૂંટનો પ્રયાસ પોલીસની સજાગતાને કારણે અટક્યો છે. લૂંટનો બનાવ બનતા કંપનીનો કર્મચારી ચોર ચોરની બૂમો પાડી લુંટારૂની પાછળ પડ્યો. વસ્ત્રાપુર નજીક ચોકી PSI અને પોલીસકર્મી ચોર ચોરની બુમો સાંભળતા આરોપી અંકુર મોડેસરાને ઝડપી લેવાયો. 25 વર્ષનો અંકુર ચાંદલોડિયાનો રહેવાસી છે અને આરોપી ગ્રો મોર કંપનીમાં અવાર નવાર આવતો જતો હતો.