Rajkot/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર મહિલાઓમાં રોષ, આગેવાનોને ટ્વીટ કરી કર્યા આક્ષેપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર મહિલાઓ જોવા વિરોધ જોવા મળ્યો છે. રાજકોટ કોંગ્રેસમાં કકળાટ વધ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર–1માં ઉમેદવાર મુદ્દે રોષ જોવા મળ્યો છે. હર્ષાબા જાડેજાની ટિકિટ કપાતા

Top Stories Gujarat
1

ધ્રુવ કુંડેલ @ મંતવ્ય ન્યૂઝ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર મહિલાઓમાં  વિરોધ જોવા મળ્યો છે. રાજકોટ કોંગ્રેસમાં કકળાટ વધ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર–1 માં ઉમેદવાર મુદ્દે રોષ જોવા મળ્યો છે. હર્ષાબા જાડેજાની ટિકિટ કપાતા તેમણે રોષ પ્રગટ કર્યો છે. કોંગ્રેસ કાર્યાલય શહેર પ્રમુખ સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. હર્ષાબા જાડેજાએ હાઈકમાન્ડ પર ગંભીર આરોપ મૂક્યા છે. હર્ષાબા એ જણાવ્યું છે “જેને કદી જોયા નથી તેને ટિકિટ આપી છે.”

Cricket / 420 વિકેટ ઝડપનાર આ ભારતીય બોલરે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

આ ઉપરાંત રાજકોટ સરધામ ખાતે પણ વિરોધનો સુર ઉઠ્યો છે.સરધામના મહિલા આગેવાન શર્મિલા બાંમભણીયાએ ટ્વિટ કર્યું છે. જેમાંપીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, આપ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલને કર્યું ટ્વિટ કરવામાં આવ્યા છે.ટ્વિટ કરી સશક્ત મહિલાઓને ટિકિટ આપવાની કરી માંગ કરવામાં આવી છે.

metros / દેશની પ્રથમ ઘટના, દર્દીને પ્રત્યારોપણ કરવા ધબકતા હ્રદય સાથે દોડી મેટ્રો

1
Election / BJP એ કરી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યોના પ્રભારી અને સહ પ્રભારીઓની જાહેરાત, કૃષિમંત્રી તોમર આસામના પ્રભારી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સશક્ત મહિલાઓ ને જ ઉમેદવાર તરીકે જાહેર કરવા તેવી માંગ સામે આવી છે.આગેવાન કે કાર્યકરોના પત્નીને ટિકિટ ન અપાય તેવી રાજકીય પાર્ટીના અધ્યક્ષોને સંબોધીને માંગ કરી છે.સમાજમાં સારા પ્રતિનિધિત્વ માટે સક્ષમ મહિલાને ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે. વધુમા શર્મિલા બાંભણીયાએ પણ ટ્વીટ કર્યું હતું કેમહિલા સરપંચ થી મહિલા કોર્પોરેટર ના પતિ જ વહીવટ કરતા હોય છે જેને બદલવાની જરૂર છે.

1

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…