વડોદરા/ પશુઓની બલિ ચડતા રોકવામાં આવી, જીવદયા પ્રેમી, પોલીસ પર સ્થાનિકોએ પત્થરમારો કર્યો

ડેડા તલાવડી પાસે બલિ ચડાવવા માટે 30થી 40 જેટલા ઘેટાં બકરાને લાવવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. જેને લઈને જીવદયા પ્રેમીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.

Gujarat Vadodara
બલિ

વડોદરાના વાસણામાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની.ડેડા તલાવડી પાસે બલિ ચડાવવા માટે 30થી 40 જેટલા ઘેટાં બકરાને લાવવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. જેને લઈને જીવદયા પ્રેમીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.પોલીસને જોઈને સ્થાનિકોએ પથ્થરમારો કર્યો.જેને લઈને નાસભાગ મચી ગઈ.પથ્થરમારાની ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ બોલાવવામાં આવ્યા.પોલીસે પથ્થરમારો કરનારા તત્વોની શોધખોળ શરૂ કરી છે.જ્યારે પાંચથી વધુ ઈસમોની અટકાયત કરવામાં આવી છે.

પશુઓની બલિ ચડાવતા લોકોનો રોકવામાં આવ્યા હતા. ભાયલી સ્મશાન પાસે આવેલ ડેડાતલાવડી ખાતે અંદાજીત 30થી 40 બકરા બલીએ ચઢાવવા માટે લાવવામાં આવ્યા હતા. અબોલ જીવોની બલી ચડે એ પહેલા જ જીવદયા પ્રેમીઓની ટીમ અહીયા આવી પહોંચી હતી, ત્યારે જીવદયા પ્રેમીઓ અને પોલીસ પર સ્થાનિકોએ પત્થરમારો કર્યો હતો. અંધારામાં પથ્થરમારો કરતા નાસભાગ મચી હતી. ધમાલ મચાવી પથ્થરમારો કરનાર તત્વોની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનામાં પોલીસે પાંચથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આ મામલે ઇન્ચાર્જ ACP મેઘા તેવરે જણાવ્યું હતું કે, “બરોડા રૂરલની હદમાં એક ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો બકરા કાપવા માટે ભેગા થયા હોવાનો મેસેજ જીવદયા પ્રેમી સંસ્થા તરફથી મળ્યો હતો. પોલીસ જીવદયા પ્રેમીઓની મદદ કરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ અંધારામાંથી પથ્થમારો કર્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.”

આ પણ વાંચો:શ્રીલંકા પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને  લાગ્યો આંચકો, મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો:કે.કે.ના મૃત્યુ પર આરોપ-પ્રત્યારોપનું રાજકારણ શરૂ, ભાજપનો આરોપ- સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ

આ પણ વાંચો:બંગાળી ગાયકની KK પર વિવાદાસ્પદ ટિપ્પણી, કહ્યું- ‘અમે તેમના કરતા સારા ગીતો ગાઈ શકીએ’

logo mobile