Gujarat/ ઊનાનાં સનખડા-મોઠા રોડ અધુરો છોડી દેતા પ્રજા હેરાન પરેશાન…

ઊનાનાં સનખડા થી મોઠા ગામને જતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી લોકોની રજુઆત બાદ તંત્ર દ્વારા રસ્તાને નવિનીકરણ કરી ડામરથી મઢી નાખવામાં આવ્યો છે….

Gujarat Others
Mantavya 17 ઊનાનાં સનખડા-મોઠા રોડ અધુરો છોડી દેતા પ્રજા હેરાન પરેશાન...

@કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊનાનાં સનખડા થી મોઠા ગામને જતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી લોકોની રજુઆત બાદ તંત્ર દ્વારા રસ્તાને નવિનીકરણ કરી ડામરથી મઢી નાખવામાં આવ્યો છે. આ રોડ બન્ને ગામોને જોડતો હોવાથી આજુબાજુના ગામના લોકો અને ખેડૂતોને પણ મુશ્કેલી દૂર થઇ છે. પરંતુ આ રસ્તાની કામગીરી તંત્ર દ્વારા રસ્તો ખેડૂતોના વિવાદોના કારણે અધુરો છોડી મુકી ચાલ્યા જતાં એક કિલો.મી. સુધીનો રસ્તો જર્જરીત હાલતમાં હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

જોકે ચોમાસા દરમ્યાન વરસાદના પાણી ભરાવાથી વધુ મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે. જોકે આ રસ્તોની બન્ને સાઇડ આવેલ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોના વિવાદના કારણે આ રસ્તો અધુરો છોડી મુકાયેલ હોવાનું જાણવા મળેલ હોય પરંતુ આ વિવાદના લીધે બન્ને ગામ લોકો તેમજ અન્ય ખેડૂતોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામો કરવો પડી રહ્યો છે. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલીક આ રસ્તાને પૂર્ણ કરી લોકોની સમસ્યાને દૂર કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો