ટ્રેન અકસ્માત/ વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય અથડાતાં ટ્રેનને મોટું નુકસાન

ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. અકસ્માતને પગલે રેલ્વે વિભાગના કર્મચારી દોડતા થયા છે અને ઘટના સ્થળે આવી પહોંચ્યા છે.

Top Stories Gujarat Others
વંદે ભારત ટ્રેનને

વંદે ભારત ટ્રેન ફરી એકવાર અકસ્માતનો શિકાર બની છે. વલસાડના અતુલ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. અકસ્માતને પગલે રેલ્વે વિભાગના કર્મચારી દોડતા થયા છે અને ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. સવારે ટ્રેન અમદાવાદથી મુંબઇ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર વલસાડના અતુલ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. દોડતી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેથી ટ્રેનને મોટું નુકસાન પહોંચ્યું છે. ટ્રેનને અકસ્માત નડતા જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો છે. તો ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાની થઈ છે.

આપને જણાવી દઈએ કે, આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વંદે ભારત ટ્રેનનો અકસ્માત નડ્યો હતો. અમદાવાદના વટવા અને મણીનગર રેલ્વે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત થયો હતો. સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું.

વંદેભારત ટ્રેન 180ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઇ રહી હતી. ત્યારે જ અમદાવાદનાં મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. આ ઘટના બાદ પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત હતા. આ ઘટના બાદ અધિકારઓએ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી.

એટલું જ નહીં 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. ત્યારે એક જ મહિનામાં ટ્રેનને ત્રીજો અકસ્માત નડ્યો હતો.  ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જોકે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું હતું.

આ પણ વાંચો:જલ્દી જ વાગી શકે છે ચૂંટણીનું બ્યુગલ, જાણો ક્યારે જાહેર થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો

આ પણ વાંચો:ઈમરાન ખાને ISIને આપી ખુલ્લી ધમકી, કહ્યું- મોઢું ન ખોલાવશો, બોલીશ તો મોટું નુકસાન થશે

આ પણ વાંચો:આત્મઘાતી હુમલો કરનાર હતો કોયમ્બટૂર બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ યુવક, મંદિર પર હુમલો કરવાની હતી યોજના