ગુજરાત/ મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી

મહેસાણાં વધુ એક વિદેશ વાંચ્છુક યુવાન છેતરાયો. યુવાનોના વિદેશ જવાની ઘેલછાનો કબૂતર બાજ એજન્ટો લાભ લઈ રહ્યા છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 31T163535.991 મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી

મહેસાણાં વધુ એક વિદેશ વાંચ્છુક યુવાન છેતરાયો. યુવાનોના વિદેશ જવાની ઘેલછાનો કબૂતર બાજ એજન્ટો લાભ લઈ રહ્યા છે. કબૂતર બાજ એજન્ટે યુવાન સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવ્યા. આજકાલ યુવાનોમાં કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જવાનો ક્રેઝ વધ્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં વિદેશ જનારાઓમાં યુવાનોની સંખ્યા વધુ જોવા મળી છે. લોકોની દેખાદેખીએ અન્ય યુવાનો પણ ગમે તે ભોગે વિદેશ જવા પ્રયાસ કરે છે અને કેટલીક વખત છેતરપિંડીનો ભોગ બને છે.

રાણીપ રહેતા એક એજન્ટે મહેસાણાના યુવક સાથે વિદેશ જવા બાબતે છેતરપિંડી કરી. કબૂતરબાજ એજન્ટએ વિદેશ વાંચ્છુકને છેતર્યો. અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતા દર્શન નામના એજન્ટે મહેસાણાના યુવકેને કેનેડા મોકલવાનું કહી 16.92 લાખ પડાવ્યા. એજન્ટ યુવકને વર્ષ 2019થી એજન્ટ કેનેડાની લાલચ આપતો હતો. ત્રણ વર્ષથી ઉપર સમય થયો હોવા છતાં મહેસાણાનો રાજેન્દ્ર પટેલ નામનો યુવાન વિદેશ જઈ શક્યો નહી. આખરે રાજેન્દ્ર પટેલ નામના ઇસમને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મહેસાણાના યુવકે ન્યુ રાણીપ અમદાવાદ માં રહેતા દર્શન નાયક નામ ના એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દમણમાં કાર પર ઊભા થઈને જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી

આ પણ વાંચો: અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી