રખડતા શ્વાનો આતંક/ સુરતમાં શ્વાનના હુમલાની વધુ એક ઘટના, બાળકીના ગાલ અને પગના ભાગે ભર્યા બચકા

ભેસ્તાનમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે.શ્વાને બાળકીના ગાલ પર અને પગના ભાગે બચકા ભર્યા હતા. ત્યારે ઘટનાને લઈ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Top Stories Gujarat Surat
શ્વાને

રાજકોટ અને સુરતમાં દિવસે ને દિવસે શ્વાનનો આંતક સતત વધી રહ્યો છે. શ્વાનો એક પછી એક બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.શહેરના ભેસ્તાનમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે.શ્વાને બાળકીના ગાલ પર અને પગના ભાગે બચકા ભર્યા હતા. ત્યારે ઘટનાને લઈ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વારંવાર થતા શ્વાનના હુમલાને લીધે નાના બાળકોના વાલીઓમાં ભય ફેલાઈ ગયો છે અને હવે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

આપને જણાવી દઈએ કે, આજે જામનગરમાં ધુતારપર-ધુળશિયા સીમ વિસ્તારમાં શ્વાને કેટલાક લોકો પર બચકા ભર્યા. જેના કારણે બે બાળક, વૃદ્ધા સહિત ચાર વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.જેમને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગઈકાલે રાજકોટ શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળમાં રહેતો અઢી વર્ષીય અરશદ અન્સારી નામનો બાળક પોતાના ઘર નજીક રમતો હતો. દરમિયાન રખડતા શ્વાને અચાનક આ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. અને તેને નીચે પછાડી આડેધડ બચકા ભરવા લાગ્યા હતા. બનાવને પગલે બાળક જોરજોરથી રડવા લાગતા સ્થાનિકો દોડી ગયા હતા. અને તરત જ શ્વાનને ત્યાંથી દૂર ખસેડી અરશદને બચાવી લીધો હતો. બાદમાં બાળકનાં પરિવારને જાણ કરવામાં આવતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં માસૂમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

થોડા દિવસોમાં શ્વાનના હુમલાની ઘટના

સુરતના ખજોદ વિસ્તારમાં ડોગ બાઈટના કેસ મામલે બે વર્ષીય બાળકીનું સારવાર ચાલ્યા બાદ અંતે રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. બાળકીના શરીર પર 30થી વધુ ડોગ બાઈટના ઘા મળી આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા વાઘોડિયા વિસ્તારમાં 10થી 15 જેટલા લોકો પર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. શ્વાનોનો આ પ્રમાણ આતંક જોતા સ્થાનિકોએ ઘર બહાર જવાનું પણ ટાળ્યું હતું.

આ પણ વાંચો:હેપ્પી બર્થડે અમદાવાદ, જાણો કઈ રીતે થઈ આ શહેરની ઉત્પત્તિ અને તેના રસપ્રદ તથ્યો વિશે

આ પણ વાંચો:જામનગરમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો, આરોગ્ય તંત્રમાં મચી દોડધામ

આ પણ વાંચો:પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છોડ્યા પ્રાણ, બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા

આ પણ વાંચો:અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 6 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ