Not Set/ ‘કર-નાટક’નો વધુ એક અંક: યેદીની સવલતો યથાવત

મુખ્યમંત્રી પદ છોડનાર યેદિયુરપ્પાને બંગલો કાર અને કેબિનેટ પ્રધાન જેવી સવલતો આપવાનો કર્ણાટક સરકારનાં પરિપત્ર આસપાસ સર્જાતા એક નહિ અનેક સવાલો

India Trending
xiomi 5 ‘કર-નાટક’નો વધુ એક અંક: યેદીની સવલતો યથાવત

કર્ણાટક એક એવું રાજ્ય છે કે જે ભાજપ માટે દક્ષિણનું પ્રવેશદ્વાર બન્યું છે પરંતુ ત્યા સાડાત્રણ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ચૂક્યા છે. હવે આ રાજ્યમાં જે રીતે રાજકીય પ્રવાહો બદલાતા રહે છે. સરકારનાં ભાગીદારોની અદલાબદલી થતી રહે છે અને તેનાં કારણે જ વિવેચકો કર્ણાટકના બનાવો અંગે ‘કર-નાટક’ તરીકે ઘણાં કિસ્સામાં ઉલ્લેખ કરતાં રહે છે. યેદિયુરપ્પા ની એકાએક વિદાય અને બોમ્માઈનું મુખ્યમંત્રી તરીકે આગમન તે આ વાતનો જીવંત પૂરાવો છે. હવે અત્યારે ત્યાં આ રાજકીય કર-નાટકનો વધુ એક અંક કે એકથી વધુ અંક સાથે શ‚ થયા છે. જેની નોંધ લેવીજ પડે તેમ છે. કર્ણાટક ની પ્રજાનેજ નહિ પરંતુ દેશની પ્રજાને આવા નાટકો જોવાનો લાભ મળે છે તે પણ હકિકત છે.

himmat thhakar 1 ‘કર-નાટક’નો વધુ એક અંક: યેદીની સવલતો યથાવત

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર

યેદિયુરપ્પા ની વિદાય ઉંમરનાં કારણે થઈ છે તેવું કહેવાય છે તેમનાં વફાદાર અને જનતા દળનાં મુખ્યમંત્રી તરીકે રાજ કરી ચૂકેલા એસ.આર.બોમ્માઈનાં પુત્ર ડી. બોમ્માઈને હોદ્દો મળ્યો છે અને પિતાનો જૂનો વારસો પૂત્રને મળ્યો છે તે તો હવે જૂના સમાચાર થઈ ગયા પરંતુ આ પ્રધાન મંડળમાં જોડાવાથી બે પૂર્વ પ્રધાનો દૂર રહ્યા છે તેને સમજાવવાનાં પ્રયાસો ચાલું છે. આ બન્ને પૂર્વ પ્રધાનો અને કર્ણાટક ના આ આગેવાનો પોતાને વર્તમાન મુખ્યપ્રધાન બોમ્માઈ કરતાં વધુ સિનિયર માને છે અને પોતે પોતાનાં જૂનિયર એવા આગેવાનના હાથ હેઠળ કામ કરી શકે નહિ. તેવું કહી પ્રધાન થવાથી દૂર રહ્યા છે. તેમને મનાવવાનાં પ્રયાસો ચાલું છે અને તેમાં’ય આ બન્ને આગેવાનો વગદાર હોવાથી અમીત શાહ અને જે.પી.નડ્ડા એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ દરમિયાનગીરી કરશે એટલે વાત પૂરી જ થઈ જવાની તે નિશ્ર્ચિત છે.

xiomi 3 ‘કર-નાટક’નો વધુ એક અંક: યેદીની સવલતો યથાવત
પરંતુ હવે કર્ણાટક માં ભજવાતા રાજકીય ‘કર-નાટક’નો વધુ એક અંક પરથી પડદો ઉચકાયો છે. કર્ણાટક માં ચાર-ચાર વખત મુખ્યમંત્રી રહી એકપણ વખત મુદ્દત પૂરી ન કરી શકનાર યેદિયુરપ્પા એ હોદ્દો તો છોડી દીધો પરંતુ તેમના અનુગામીએ પરિપત્ર બહાર પાડીને યેદિયુરપ્પાની ખુરશી ભલે ગઈ પરંતુ મુખ્યમંત્રીને મળતી સવલતો યથાવત જ રહેશે તેવું જાહેર કર્યુ છે. આ અંગે દક્ષિણનાં અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો સાચા હોય તો તે વિચાર માગી લે તેવી બાબત છે. આ પરિપત્ર પ્રમાણે હવે પૂર્વ કે માજી બની ચૂકેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પાને પોતાને જે મુખ્યમંત્રી હતા ત્યારે જે બંગલો રહેવા મળેલો તે ખાલી નહિ કરવો પડે. તેમને મુખ્યમંત્રી તરીકે જે મોંઘીદાટ કાર મળેલી તે પણ એકસ-ચીફ મીનીસ્ટરની નેઈમ પ્લેટ સાથે યથાવત રહેશે. આ ઉપરાંત કેબીનેટ પ્રધાનને જે ભથ્થા વેતન તરીકે જે સવલત મળી છે તે પણ યથાવત રહેશે. કેબિનેટ પ્રધાનોને મળતી સવલત જળવાશે હવે નવા મુખ્યમંત્રીએ આ પગલું પોતાની મરજીથી તો ન જ ભર્યું હોય મોદી-શાહ અને નડ્ડાની ત્રિપુટીની સંમતિથી જ આ સવલતો યેદિયુરપ્પાને અપાઈ હોય તે સ્પષ્ટ છે. આ રાજકીય વર્તુળો બીજુ ગણિત એવું પણ ગણી રહ્યા છે કે, યેદિયુરપ્પાને ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી કેન્દ્રમાં લઈ જવા માગતી નથી. જેમ આસામ અને મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રીઓને કેન્દ્રીય પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું તેવું સ્થાન યેદિને નહિ મળે અને ઘણાં ગણતરી મૂકતા હતા તે મુજબ કર્ણાટક નાં આ પૂર્વ મુખ્યમંત્રીને અન્ય કોઈ રાજ્યમાં રાજ્યપાલ તરીકે પણ મોકલવામાં નહિ આવે. ટૂંકમાં યેદિયુરપ્પા હવે કર્ણાટકમાંજ રહેશે.

xiomi 4 ‘કર-નાટક’નો વધુ એક અંક: યેદીની સવલતો યથાવત
રાજકીય વર્તૂળોમાં અને વિશ્ર્લેષકોમાં આ પ્રકરણની બે રીતે ચર્ચા થાય છે. પહેલી બાબત એ છે કે, રાજીનામું આપનારા મુખ્યમંત્રીને પોતાના જ એટલે કે મુખ્યમંત્રી તરીકે મળેલા બંગલામાં રહેવાની અને કેબિનેટ પ્રધાન તરીકે જે સવલતો મળે તે મળતી જ રહે તે બાબત પણ જેવી તેવી તો હરગીઝ નથી.

ઘણાં રાજકીય વિવેચકોએ આની ટીકાં કરતાં લખ્યું છે કે, સત્તા પક્ષ પોતાને મળેલી સત્તાનો દુ‚પયોગ કરી રહ્યો છે. બીજા ઘણાં પૂર્વ મુખ્યમંત્રીઓ છે અને તેમને કેન્દ્રમાં પ્રધાન પદ કે રાજ્યપાલ પદ પણ મળ્યા નથી અને યેદી જેવી સવલતો પણ મળી નથી. આ પણ એક હકિકત છે. કેટલાંક વિવેચકો એમ પણ કહે છે કે, યેદિ ભલે ગયા પણ તેની સવલત યથાવત રહી છે યેદીની ખૂરશી ભલે ગઈ પણ તેમની સવલતો ગઈ નથી. એક રાજકીય વિવેચકેક તો ત્યાં સુધી લખ્યું છે કે, યેદિયુરપ્પાની ખૂરશી ભલે છીનવાઈ ગઈ પરંતુ તેમની સવલતો છીનવાઈ નથી.
આ અંગે કર્ણાટકનાં એક રાજકીય વિશ્ર્લેષક વિશ્ર્વનાથ ગૌડાનાં કહેવા પ્રમાણે કર્ણાટકની કોઈ પણ ચૂંટણીમાં લિંગાયત સમાજ હંમેશા ભાજપની સાથે જ રહે તેવો તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. તેવું અત્યારે તો લાગે છે. મુખ્યમંત્રી યેદિનાં વફાદાર છે લિંગાયત સમાજનાં છે અને આ લિંગાયત સમાજ પર યેદિયુરપ્પાનું વર્ચસ્વ છે. આ સમાજનાં મોટાભાગનાં ધર્મગુ‚ઓ આ પૂર્વ મુખ્યમંત્રી સાથે છે. તેથી જ ભાજપનાં મોવડીઓએ આવો નિર્ણય લીધો હોય તેવું બની શકે છે. એક વિવેચકે તો એવી ટકોર પણ કરી નાખી કે આતો વોટ બેંકના રાજકારણની જે નીતિ ભાજપે અપનાવવાનું શ‚ કર્યુ છે તેનાં ભાગ‚પે છે. ભાજપ માટે સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છે તેવાં થતાં પ્રચારનો સિદ્ધાંતનાં રાજકારણનો છેદ ઉડાડનારો છે તેવુ પગલું હોવાનું ઘણા નિષ્ણાતો કહે છે.

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ

રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી