નિધન/ બોલિવૂડને લાગ્યો વધુ એક ઝટકો, વિદ્યા બાલન સાથે કામ કરી ચુકેલી કલાકારનું થયુ મોત

વર્ષ 2020 ફિલ્મ ઉદ્યોગ માટે અત્યંત ખરાબ સાબિત થઇ રહ્યો છે. ઘણા મહાન કલાકારો આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધુ છે. જતા જતા પણ વર્ષ 2020 આંચકો આપી રહ્યું છે. શુક્રવારે બોલિવૂડ માટે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી આર્યા બેનર્જીનું અવસાન થયું છે. તેનો મૃતદેહ તેના ફ્લેટમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો […]

Top Stories Entertainment
Diwali 22 બોલિવૂડને લાગ્યો વધુ એક ઝટકો, વિદ્યા બાલન સાથે કામ કરી ચુકેલી કલાકારનું થયુ મોત

વર્ષ 2020 ફિલ્મ ઉદ્યોગ માટે અત્યંત ખરાબ સાબિત થઇ રહ્યો છે. ઘણા મહાન કલાકારો આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધુ છે. જતા જતા પણ વર્ષ 2020 આંચકો આપી રહ્યું છે. શુક્રવારે બોલિવૂડ માટે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી આર્યા બેનર્જીનું અવસાન થયું છે. તેનો મૃતદેહ તેના ફ્લેટમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી આર્યા બેનર્જીનું કોલકાતામાં તેના ફ્લેટમાં નિધન થયું હતું.

શુક્રવારે પોલીસને તેનો મૃતદેહ મળ્યો, જે શંકાસ્પદ હાલતમાં હતો. પોલીસને તેનો મૃતદેહ તેના કોલકાતા સ્થિત ફ્લેટમાં મળ્યો હતો. પોલીસ આર્યાની મોતનું કારણ શું છે તે અંગે કોઈ માહિતી આપી શકી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આર્યાનું શરીર લોહીથી ઠંકાયેલું હતું. તેમના નાક અને મોઢામાંથી લોહી નીકળ્યું હતું.

આર્યાનાં ઘરે કામ કરતા બહેને પોલીસને આ અંગેની માહિતી આપી હતી. આર્યા બેનર્જી દક્ષિણ કોલકાતાનાં જોધપુર પાર્કમાં તેના ફ્લેટમાં રહેતા હતા. સવારે ઘરનું કામ કરતા બહેને કામ માટે ઘણી વખત ઘરનો બેલ વાગાડ્યો, ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે ઘરનો દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો. ઘરનાં બેડરૂમમાં આર્યાનું શરીર લોહી લાહી હતુ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તે જ તપાસ કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…