Gujarat Local Body Election 2026/ જામનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો

કોંગ્રેસના પૂર્વ નગરસેવક સહિત 500 સમર્થકો ભાજપમાં જોડાયા છે. નૂરમામદ પલેજા, જેન્તી પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ જોડાયા છે. વોર્ડ નંબર-1માં કોંગ્રેસના પૂર્વ નગરસેવકની નારાજગી સામે આવી હતી. રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા છે.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News:  જામનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ નગરસેવક સહિત 500 સમર્થકો ભાજપમાં જોડાયા છે. નૂરમામદ પલેજા, જેન્તી પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ જોડાયા છે. વોર્ડ નંબર-1માં કોંગ્રેસના પૂર્વ નગરસેવકની નારાજગી સામે આવી હતી. રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા છે.

આ બતાવે છે કે સરકારનો વિકાસનો મહામંત્ર દરેકને અસર કરી રહ્યો છે. તેની સાથે-સાથે ટિકિટ વહેંચણી દરમિયાન ફક્ત શાસક પક્ષ જ નહીં વિપક્ષના ઉમેદવારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. તેના કારણે અસંતુષ્ટો અને પક્ષ માટે લાંબા સમયથી પણ સેવા કરવા છતાં પણ પક્ષે કોરાણે મૂકી દીધેલા કાર્યકરો પક્ષ છોડી રહ્યા છે અને બીજા પક્ષનું તરણું પકડી લીધું છે.

આ ઘટના બતાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હજી પણ પક્ષીય ધોરણે કેટલો અસંતોષ પ્રવર્તે છે. આ ઘટના બતાવે છે કે ટિકિટ વહેંચણીનો અસંતોષ હજી પણ શાંત થવાનું નામ લેતો નથી. આ અસંતોષના કારણે રાજકીય પક્ષોમાં આયારામ-ગયારામની સ્થિતિ પ્રવર્તે છે. આ બતાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પક્ષીય ધોરણે કેવા પ્રકારની પરિસ્થતિ પ્રવર્તે છે. રાજકીય પક્ષો વચ્ચેની હુંસાતુંસીથી લઈને આયારામ ગયારામ બધાએ વેગ પકડયો છે.

શાસક પક્ષે પણ શિસ્તભંગ કરનારાઓ સામે શિસ્તનો કોરડો વીંઝતાકેટલાક જિલ્લામાં કાર્યકરોને સસ્પેન્ડ કરવાની પણ ફરજ પડી છે. કેટલાય ઉમેદવારોએ તો ટિકિટ ન મળતા અપક્ષ ઊભા રહેવાનું મુનાસિબ માન્યું છે. જો કે આ અપક્ષ ઉમેદવારો જીતીને તો છેલ્લે ભાજપને જ સમર્થન આપે છે.


આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર

આ પણ વાંચો : ભાણવડમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો! કોંગ્રેસના બે અગ્રણી કાર્યકરોની અટકાયત, ધરણાની ચીમકી

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ