જીવનની છેલ્લી મેચ/ રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત, પરિવાર શોકમાં ગરકાવ

રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિને ક્રિકેટ રમતા સમયે અચાનક હાર્ટએટેક આવતા તે ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

Top Stories Gujarat Rajkot
ક્રિકેટ રમતા

રાજકોટમાં યુવકોમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ફરી ક્રિકેટ રમતા સમયે વધુ એક યુવકનું મોત નિપજ્યુ છે.45 વર્ષીય મયુર નામના વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત નિપજ્યુ હતું.મયુર રવિવાર હોવાથી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો.જ્યારે અઢી મહિનામાં રાજકોટમાં હાર્ટ એટેકથી 6ના નિપજ્યા છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકની ઓળખ મયુર મકવાણા તરીકે થઈ છે. મયુર રવિવારે સવારે ક્રિકેટ રમવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. આ દરમિયાન હાર્ટ એટેકે આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો. આસપાસના લોકો દોડી આવ્યા અને તેને પરિવારને જાણ કર્યા બાદ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

બે દિવસ પહેલા રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આજી વસાહતમાં આવેલ ખોડિયારનગરમાં કુદરતી હાજતે ગયેલા 23 વર્ષના નિલેશ ચાવડા નામના યુવકનું હાર્ટ એટેક મોત થયું હતું. યુવક બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો જેને બાથરૂમનો દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ અગાઉ યોગા કરતી વખતે પણ એક યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. તાજેતરમાં તો વરઘોડામાં વરરાજાને ખભે ઊચકીને નાચી રહેલા યુવકનું પણ હાર્ટ એટેકને કારણે જ મોત નીપજ્યું હતું. તે આખી ઘટના મોબાઈલમાં કેદ થઈ હતી અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પહેલા રાજકોટમાં એક દિવસમાં રમત રમતા બે યુવકોનું મોત થયુ હતુ. એકનું ક્રિકેટ રમતા અને અન્ય યુવકનું ફુટબોલ રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ડીસામાં રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા. ત્યારે વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા 108નીટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો:મહાઠગ કિરણ પટેલને સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

આ પણ વાંચો:જસદણમાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી ખેતીની જમીન પચાવી પાડી, બે શખ્સોની ધરપકડ

આ પણ વાંચો:કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો, જાણો કોણ છે અને ક્યાં ક્યાં નોધાઇ ચુક્યા છે તેના સામે કેસ

આ પણ વાંચો:પિતા ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડીને જતા રહ્યા, વિદ્યાર્થિનીને રડતા જોઈએ પોલીસકર્મીએ કર્યું આવું…

આ પણ વાંચો:પગાર માંગતા માલિકે કર્મચારીને ભર્યું બચકું, નોંધાઈ ફરિયાદ