Not Set/ સચિન વાઝેને છાતીમાં દુઃખાવો અને હાર્ટ બ્લૉકેજ, NIA કોર્ટ બોલી- મેડિકલ રિપોર્ટ બતાવો

સચિન વાઝેના વકીલ રોનક નાઇકે કોર્ટને એક એપ્લીકેશન લખી છે. જેમાં તેમણે કહ્યું છે કે સચિન વાઝેને છાતીમાં દુઃખાવાની સાથે-સાથે હાર્ટમાં 90% ના બે બ્લૉકેજ પણ છે.

Top Stories India
asdf 1 સચિન વાઝેને છાતીમાં દુઃખાવો અને હાર્ટ બ્લૉકેજ, NIA કોર્ટ બોલી- મેડિકલ રિપોર્ટ બતાવો

NIA કોર્ટે મુંબઇ પોલીસના પૂર્વ ઓફિસર સચિન વાઝેનો મેડિકલ રિપોર્ટ માંગ્યો છે. સચિન વાઝેના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે તેમને છાતીમાં દુઃખાવો અને હાર્ટ બ્લોકેજની સમસ્યા રહે છે. ત્યારબાદ NIA કોર્ટે વાઝેનો મેડિકલ રિપોર્ટ માંગ્યો છે. સચિન વાઝે એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેન મર્ડર કેસનો મુખ્ય આરોપી છે. NIA એ 13 માર્ચના રોજ તેની ધરપકડ કરી હતી. શનિવારે જ તેની કસ્ટડી સમાપ્ત થઇ રહી છે.

antilia bomb scare505 310321033434 સચિન વાઝેને છાતીમાં દુઃખાવો અને હાર્ટ બ્લૉકેજ, NIA કોર્ટ બોલી- મેડિકલ રિપોર્ટ બતાવો

સચિન વાઝેના વકીલ રોનક નાઇકે કોર્ટને એક એપ્લીકેશન લખી છે. જેમાં તેમણે કહ્યું છે કે સચિન વાઝેને છાતીમાં દુઃખાવાની સાથે-સાથે હાર્ટમાં 90% ના બે બ્લૉકેજ પણ છે. એટલા માટે વાઝેને તેમના કાર્ડિયોલોજિસ્ટ સાથે મળવાની છુટ આપવામાં આવે જેથી તેમનો મેડિકલ ટ્રીટમેન્ટ કોર્સ શરુ થઇ શકે. ત્યારબાદ કોર્ટે વાઝેનો મેડિકલ રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટ્સને ત્યારે જોવામાં આવશે જ્યારે વાઝેને આજે NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

30 દિવસની કસ્ટડી લઇ શકે છે NIA

NIAએ સચિવ વાઝેની સામે અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ એટલે કે UAPAની અનેક કલમો લગાવી છે. જેનાથી હવે NIA ને વાઝેની 30 દિવસની કસ્ટડી માંગવાનો અધિકાર મળી જાય છે. તો IPC ની કલમોમાંથી એકવખતમાં ફક્ત 14 દિવસ માટે જ કસ્ટડી મળે છે. આ ઉપરાંત, UAPA હેઠળ તપાસ એજન્સી 180 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી શકાય છે, પરંતુ IPCમાં આ ટાઇમ લિમિટ 90 દિવસનો જ છે.