Project Zorawar/ ચીન સાથેના તણાવ વચ્ચે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને મંજૂરી,મળશે લાઇટ-ટેન્ક

એલઓસી પર ચીન સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગુરુવારે રક્ષા મંત્રાલયે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી હતી

Top Stories India
Army

Indian Army: એલઓસી પર ચીન સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગુરુવારે રક્ષા મંત્રાલયે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી હતી. તેમાં આર્મી માટે પ્રોજેક્ટ જોરાવર હેઠળ દેશમાં જ બનાવવામાં આવેલી લાઇટ-ટેન્કનો સમાવેશ થાય છે. આ લાઇટ ટેન્ક ભારતીય સેનાને પૂર્વી લદ્દાખને અડીને આવેલી નિયંત્રણ રેખા (LOC) પર ચીન સામે તૈનાત કરવા માટે જરૂરી હતી.

ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખને અડીને આવેલી એલઓસી પર ચીન સામે લાઇટ-ટેન્ક માટે પ્રોજેક્ટ-ઝોરાવર શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્વદેશી લાઇટ ટાંકી મેળવવાની તૈયારી ચાલી રહી છે. ખાસ વાત એ છે કે લાઇટ ટેંકના પ્રોજેક્ટને 19મી સદીમાં તિબેટમાં ચીની સેનાને હરાવનાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ કમાન્ડર જોરાવર સિંહના નામ પરથી નામ આપવામાં આવ્યું છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે ભારતીય સેના ટૂંક સમયમાં જ લાઇટ ટેન્ક લેવા માટે રક્ષા મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવા જઈ રહી છે. આ લાઇટ ટેન્ક દેશમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના આ ટેન્કોને પૂર્વ લદ્દાખને અડીને આવેલી LoC એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત કરવા માંગે છે.

વાસ્તવમાં, ભારતીય સેના પાસે હાલમાં ઉપલબ્ધ ટેન્ક મેદાનો અને રણ માટે છે. પછી તે રશિયન T-72 હોય કે T-90 કે પછી સ્વદેશી અર્જુન ટેન્ક હોય. આ તમામ ટેન્ક 45-70 ટનની છે. જ્યારે પ્રોજેક્ટ જોરાવર હેઠળની લાઇટ ટેન્ક લગભગ 25 ટનની હશે. ચીનને અડીને આવેલી LoC પર તૈનાત કરવા માટે દુનિયાના સૌથી ઊંચા પાસ પરથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં T-72 અને અન્ય ભારે ટેન્કોને LoC સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે ભારતીય સેના લાઇટ ટેન્ક લેવા માંગે છે.

પ્રોજેક્ટ જોરાવર હેઠળ, લાઇટ ટેન્કમાં ભારે ટાંકીઓ જેટલી જ ફાયર પાવર હશે અને તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ ડ્રોનથી પણ સજ્જ હશે. આ લાઇટ ટાંકીઓ ઊંચા પર્વતોથી પસાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ચીને પૂર્વી લદ્દાખને અડીને આવેલી એલઓસી પર પહેલાથી જ લાઇટ ટેન્ક તૈનાત કરી છે. ભારતીય સેનાએ અહીં T-72 ટેન્ક પણ તૈનાત કરી છે. પરંતુ હવે ઝડપી મુવમેન્ટ માટે ભારતીય સેના પ્રોજેક્ટ ઝોરાવર હેઠળ લાઇટ ટેન્ક લેવા માંગે છે.

નોંધનીય છે કે જોરાવર સિંહ જમ્મુ અને કાશ્મીરના રજવાડાના કમાન્ડર હતા. તેમણે 1841 માં તિબેટમાં પ્રવેશ કર્યો અને ચીની સેનાને હરાવી. ચીની સેનાને હરાવીને જોરાવર સિંહ તેમના સૈનિકો સાથે હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળ કૈલાશ માનસરોવર ગયા. આ પછી જોરાવર સિંહના સૈનિકો ચીનનો ધ્વજ લઈને ભારત આવ્યા. ભારતીય સેનાની વર્તમાન જમ્મુ અને કાશ્મીર રાઈફલ (JACK RIF) રેજિમેન્ટ પોતાને ઝોરાવર સિંહની સેનાના વંશજ માને છે.

Corona Update/ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 27 થઇ