Not Set/ અપ્સરા-યુ: હવે ભારતીય વિજ્ઞાનિકો સરળતાથી મેડિકલ ક્ષેત્રે પ્રાપ્ત કરશે અનેક સિદ્ધિ

અપ્સરા(એશિયાનું પહેલું ન્યુક્લિયર રિએક્ટર) થી લગભગ 62 વર્ષ પછી ફરી એક વાર અસ્તિત્વમાં આવ્યું છે. આ ન્યુક્લિયર રિએક્ટરનું નામ અપ્સરા-યુ (યુ=અપગ્રેડેડ) રાખવામાં આવ્યું છે. જે 10 સપ્ટેમ્બરનાં રોજ 18 કલાકે અને 41 મિનિટે ટ્રોમ્બે ભાભા એટોમિક રિસર્ચ  સેન્ટર ખાતે બનાવવામાં આવ્યું હતું. અણુ ઊર્જા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ રિએક્ટર સ્વદેશી છે. જેમાં […]

Top Stories India
dsmhsjghkdjg અપ્સરા-યુ: હવે ભારતીય વિજ્ઞાનિકો સરળતાથી મેડિકલ ક્ષેત્રે પ્રાપ્ત કરશે અનેક સિદ્ધિ

અપ્સરા(એશિયાનું પહેલું ન્યુક્લિયર રિએક્ટર) થી લગભગ 62 વર્ષ પછી ફરી એક વાર અસ્તિત્વમાં આવ્યું છે. આ ન્યુક્લિયર રિએક્ટરનું નામ અપ્સરા-યુ (યુ=અપગ્રેડેડ) રાખવામાં આવ્યું છે. જે 10 સપ્ટેમ્બરનાં રોજ 18 કલાકે અને 41 મિનિટે ટ્રોમ્બે ભાભા એટોમિક રિસર્ચ  સેન્ટર ખાતે બનાવવામાં આવ્યું હતું.

અણુ ઊર્જા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ રિએક્ટર સ્વદેશી છે. જેમાં પ્લેટ ટાઈપનું ડિસ્પર્શન ફ્યુલ ઉપયોગ કરવામાં આવે છે. જે લો ઇનરીચેડ યુરેનિયમ(LEU=એક પ્રકારનું બળતણ) થી બને છે. આ ન્યુક્લિયર રિએક્ટરનું ન્યુટ્રોન ફ્લક્સ કોઈ પણ રેડીઓ આઈસોટોપને વધારે છે, જેથી આઇસોટોપ(કોઈ પણ અણુંમાં સમાન સંખ્યાનાં પ્રોટોન અને અલગ અલગ નંબરનાં ઇલેક્ટ્રોન હોય તેને તે અણુંનાં આઇસોટોપ કહેવાય) માં બદલાવ થવાથી તેની લાક્ષણિકતામાં ફેરફાર થાય છે. આ ફેરફારને કારણે ઘણા બધા મેડિકલ ફાયદા થઇ શકે છે.

fkjhgkjhgg અપ્સરા-યુ: હવે ભારતીય વિજ્ઞાનિકો સરળતાથી મેડિકલ ક્ષેત્રે પ્રાપ્ત કરશે અનેક સિદ્ધિ
Old Indian Nuclear Reactor Apsara

આ રિએક્ટર ભારતીય વિજ્ઞાનીકો અને ઇજનેરોને સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને સંશોધન ખાતે પ્રયોગો કરવામાં ઉપયોગી બનશે, તેવું અણુ ઊર્જા વિભાગ દ્વારા આપવામાં આવેલી અખબારી યાદીમાં ઉલ્લેખ હતો.

ઓગસ્ટ 1956 માં એશિયાનું પહેલું સંશોધન રિએક્ટર ટ્રોમ્બે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ખાતે ચાલુ કરવામાં આવ્યું હતું. આ રિએક્ટરે પાંચ દશકો સુધી ભારતીય વિજ્ઞાનિકોને સંશોધન ક્ષેત્રે સેવા પુરવાર પડી હતી, જે 2009 માં બંધ થયું હતું.