Not Set/ અરવલ્લી: 3 યુવકો કોઝવેમાં ગરક, બે બચ્યા, એકનું મોત, NDRFએ મૃતદેહને શોધ્યો

ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદને કારણે તમામ નદી-નાળામાં ધસમસતો પ્રવાહ જઇ રહ્યો છે. ત્યારે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. અનેક ઉંડા અને નીચા કોઝવે ઉપરથી પાણી ભયજનક સપાટી સાથે વહી રહ્યા છે. ત્યારે આજે ફરી એક કોઝવેનાં વહેતા પાણીએ એક સાથે ત્રણ-ત્રણ યુવકોનો ભોગ લીધો છે. અરવલ્લી જિલ્લાની મેશ્વો નદીમાં ભિલોડા તાલુકાનાં વજાપુર-ખેરંચા વચ્ચે […]

Gujarat Others
pjimage 5 અરવલ્લી: 3 યુવકો કોઝવેમાં ગરક, બે બચ્યા, એકનું મોત, NDRFએ મૃતદેહને શોધ્યો

ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદને કારણે તમામ નદી-નાળામાં ધસમસતો પ્રવાહ જઇ રહ્યો છે. ત્યારે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. અનેક ઉંડા અને નીચા કોઝવે ઉપરથી પાણી ભયજનક સપાટી સાથે વહી રહ્યા છે. ત્યારે આજે ફરી એક કોઝવેનાં વહેતા પાણીએ એક સાથે ત્રણ-ત્રણ યુવકોનો ભોગ લીધો છે.

અરવલ્લી જિલ્લાની મેશ્વો નદીમાં ભિલોડા તાલુકાનાં વજાપુર-ખેરંચા વચ્ચે ત્રણ યુવકો તણાયા હતા. કોઝવે પરથી અચાનક 3 યુવકો તણાતા ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને મહામહેનતે બે યુવકોને બચાવી લેવાયા હતા, જ્યારે અન્ય એક યુવક પાણીમાં ગરક થઇ ગયો હતો. ગોમ લોકો દ્વારા સાંજ સુધી યુવકની શોધ કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના જુઓ આ  રિપોર્ટમાં…….

જો કો, યુવકનો ત્યારે પતો લાગ્યો ન હતા. બાદમાં NDRFની ટીમ દ્વારા તણાયેલા ત્રીજા યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. તમામ યુવકો માંકરોડા ગામના હોવાનું સામે આવી રહ્યું છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 અરવલ્લી: 3 યુવકો કોઝવેમાં ગરક, બે બચ્યા, એકનું મોત, NDRFએ મૃતદેહને શોધ્યો