Not Set/ શું ખરેખર ચીનથી આવતા યાત્રીઓનું એરપોર્ટ ખાતે પરીક્ષણ કરવામાં આવે છે..? જુઓ પંચમહાલના વિદ્યાર્થીઓનો દાખલો

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પંચમહાલના વિદ્યાર્થીઓ ચીનથી પોતાના વતન પરત આવ્યા છે ત્યારે, અમદાવાદ એરપોર્ટ ખાતે કોઇપણ પ્રકારની ચકાસણી નહિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાઇરસ ને લઈને કરવામાં આવતા દાવાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે ચીનમાં કોરોના વાઇરસને લઈને ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ભારતના વિદ્યાથીઓ કે જે ચીનના […]

Ahmedabad Gujarat
jmn 3 શું ખરેખર ચીનથી આવતા યાત્રીઓનું એરપોર્ટ ખાતે પરીક્ષણ કરવામાં આવે છે..? જુઓ પંચમહાલના વિદ્યાર્થીઓનો દાખલો

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પંચમહાલના વિદ્યાર્થીઓ ચીનથી પોતાના વતન પરત આવ્યા છે ત્યારે, અમદાવાદ એરપોર્ટ ખાતે કોઇપણ પ્રકારની ચકાસણી નહિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાઇરસ ને લઈને કરવામાં આવતા દાવાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે

ચીનમાં કોરોના વાઇરસને લઈને ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ભારતના વિદ્યાથીઓ કે જે ચીનના વિવિધ શહેરોમાં તબીબી અભ્યાસ અર્થે ગયા હતા તે પૈકીના ૧૦ વિદ્યાર્થીઓ આજે પોતાના વતન પરત થયા છે ત્યારે આ વિદ્યાર્થીઓની અમદાવાદ એરપોર્ટ ખાતે કોઇપણ પ્રકારની ચકાસણી કરવામાં ન આવી હોવાની વિગતો બહાર આવી છે .

ચીનમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાંથી ચીનના વિવિધ શહેરોમાં તબીબી અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વિગતો બહાર આવી છે ત્યારે ગુજરાતના પણ ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ચીનના હુબેઈન, નાનટાંગ જ્યુજયાન સિટીમાં અભ્યાસ અર્થે ગયા હતા.

દરમિયાન તેઓ હાલ ત્યાં ફસાયા છે જે પૈકી વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત એવા હુબેઈન સિટીના ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ પ્લેન ચીન મોકલવામાં આવનાર છે.  ત્યારે ચીનના જ્યુજયાન શહેરમાં એમ બી બી એસ નો અભ્યાસ કરવા માટે ગયેલા ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને મહેસાણા જીલ્લાના ૧૦ જેટલા વિદ્યાર્થીઓ સરકારની મદદની રાહ જોયા વિના જ સ્વખર્ચે આજે ભારત પરત ફર્યા છે.

જ્યુજયાન સિટીમાં જ્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા તે જગ્યાએ તેમની સાથે અભ્યાસ કરતા ચીનના સ્થાનિક વિદ્યાર્થીઓ પૈકીના ૪ વિદ્યાર્થીઓને કોરોના વાઈરસ નો રીપોર્ટ પોઝીટીવ આવતા ભારતીય વિદ્યાર્થીઓમાં દહેશત વ્યાપી હતી અને તે પૈકીના પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરાના રહેવાસી કિશન ગોહિલ નામનો વિદ્યાર્થી આજે વહેલી સવારે પોતના ઘરે પરત ફર્યો છે.

કિશન તેના અન્ય ૯ જેટલા ભારતીયો સાથે જ્યુજયાનથી ખાનગી બસ મારફતે નાનટાંગ અને નાનટાંગથી ફ્લાઈટ મારફતે બેન્કોંગ અને બેન્કોંગથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા , પરત આવેલા આ વિદ્યાર્થીઓની નાનટાંગ અને બેન્કોંગ એરપોર્ટ ખાતે સંપૂર્ણ મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તબીબી પરીક્ષણ બાદ ફીટનેશ ક્લીયરન્સ આપવામાં આવ્યા બાદ તેમને ભારત મોકલવામાં આવ્યા હતા પરંતુ ભારતમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા બાદ માત્ર એક ફોર્મ જ ભરાવ્યા બાદ તેમનું કોઈપણ પ્રકારનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું અને તબીબી પરીક્ષણ વગર જ તેમને જવા દેવામાં આવ્યા હોવાનું આ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

ત્યારે સરકાર દ્વારા કોરોના વાઇરસ ને લઈને કરવામાં આવતા દાવાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે , સરકાર દ્વારા જે વાત કરવામાં આવે છે કે ચીનથી આવતા નાગરિકોનું એરપોર્ટ ખાતે જ પરીક્ષણ કરવામાં આવે છે અને જરૂર જણાઈ તો તેમને સારવાર આપવામાં આવ્યા બાદ તેમના વતનમાં મોકલવામાં આવે છે આ તમામ વાતો હાલ માત્ર કાગળ પર જ રહી જવા પામી છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.