Not Set/ ટ્રાફિક ડ્રાઈવ/ શું તમે ઓવર સ્પીડ ડ્રાઈવિંગ કે સ્ટંટનાં શોખીન છો ..? સાવધાન

સરકાર હવે મોટર વ્હીકલ એક્ટ અન્વયે નીત નવી ડ્રાઈવનું આયોજન કરીને વાહન ચાલકોમાં જાગૃતિ અને નિયમોના પાલન પ્રત્યે સજાગ બનાવવા પ્રયત્ન કરી રહી છે. હાલ માં જ સરકાર દ્વારા સગીર વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, હેલ્મેટ અંગેની ડ્રાઈવ નો અવાર નવાર કરવાંમાં જ આવે છે. હવે સરકારે ફૂલ સ્પીડમાં વાહન હંકારતા સ્ટંટ […]

Ahmedabad Gujarat
speed driving ટ્રાફિક ડ્રાઈવ/ શું તમે ઓવર સ્પીડ ડ્રાઈવિંગ કે સ્ટંટનાં શોખીન છો ..? સાવધાન

સરકાર હવે મોટર વ્હીકલ એક્ટ અન્વયે નીત નવી ડ્રાઈવનું આયોજન કરીને વાહન ચાલકોમાં જાગૃતિ અને નિયમોના પાલન પ્રત્યે સજાગ બનાવવા પ્રયત્ન કરી રહી છે. હાલ માં જ સરકાર દ્વારા સગીર વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, હેલ્મેટ અંગેની ડ્રાઈવ નો અવાર નવાર કરવાંમાં જ આવે છે.

હવે સરકારે ફૂલ સ્પીડમાં વાહન હંકારતા સ્ટંટ શોખીન મિત્રો, વિરુદ્ધ લાલ આંખ કરી છે. અને આવા રોમાંચ ભર્યા ડ્રાઈવના  શોખીનો પાસેથી કડક દંડની રકમ વસૂલવાનું નક્કી કર્યું છે. સ્પીડમાં ગાડી હંકારતા લોકો પાસેથી મોટો દંડ વસૂલ કરવામાં આવશે.

આગામી 16 થી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમા વિવિધ સ્થળો પર આ અંગે ડ્રાઈવ યોજાશે.  અને સ્પીડ માં વાહન હંકારતા લોકોને દંડ કરવામાં આવશે. આ અંગે કદની કલમ 184 અન્વયે ગુન્હો પણ દાખલ કરવામાં આવશે.  જાહેર રસ્તા પર ઓવર સ્પીડ માં વાહન હંકારવા બાબતે 1000 થી 2000 સુધીની દંડની રકમ વસૂલી શકાય છે. બહુ જ રફ ડ્રાઇવિંગ હોય તો 6 મહિનાથી 1 વર્ષની જેલ પણ થઈ શકે છે. ફર્સ્ટ ઓફેન્સ હોય તો 2 વર્ષની જેલ અને રૂ. 10000 સુધીનો દંડ પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.