ડ્રગ્સ કેસ/ ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ બાદ અર્જુન રામપાલનું નિવેદન આવ્યું સામે, કહ્યું – મારે કોઈ લેવાદેવા નથી

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈ અગિસિલાસ ડેમેટ્રીએડ્સને ડ્રગ્સ રાખવા બદલ બે વર્ષમાં ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી છે…..

Entertainment
ગર્લફ્રેન્ડના ભાઈ

બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈ અગિસિલાસ ડેમેટ્રીએડ્સને ડ્રગ્સ રાખવા બદલ બે વર્ષમાં ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી. મુંબઈ અને ગોવા માટે NCB ના પ્રાદેશિક નિયામક સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, ડેમેટ્રીએડ્સ દક્ષિણ આફ્રિકાના નાગરિક છે અને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સંદર્ભમાં એજન્સી દ્વારા નોંધાયેલી FIR સાથે જોડાયેલા છે. આ કેસમાં અર્જુન રામપાલે તેમના વતી એક નિવેદન બહાર પાડ્યું છે અને મીડિયાને અપીલ કરી છે કે તેઓ આ બાબતમાં તેમનું નામ સામેલ ન કરે.

આ પણ વાંચો :જુહી ચાવલાને સેટ પર બધાની સામે ફરાહ ખાને માર્યો હતો થપ્પડ, જાણો કેમ

અર્જુન રામપાલે પોતાના નિવેદનમાં કહ્યું, ‘પ્રિય મિત્રો, અનુયાયીઓ અને જનતા, આ સમાચાર સાંભળીને તમે જેટલા આઘાત પામ્યા છો, તેટલો જ હું પણ છું. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે દરેક સમાચારમાં મારું નામ બિનજરૂરી રીતે ખેંચવામાં આવી રહ્યું છે, ભલે મને તેની સાથે કોઈ લેવાદેવા નથી. જ્યાં સુધી મારો અને મારા પરિવારનો સવાલ છે, મારો પરિવાર અને હું કાયદાનું પાલન કરનારા નાગરિકો છીએ. જો મારા પાર્ટનરના સંબંધીનું નામ કોઈ ઘટનામાં દેખાય તો હું તેમાં મારું નામ કેવી રીતે હોય શકે? હું કહેવા માંગુ છું કે અમારે તેની સાથે બીજું કોઈ જોડાણ નથી, માત્ર એટલું જ કે તે મારી ગર્લફ્રેન્ડનો ભાઈ છે. ”

a 375 ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ બાદ અર્જુન રામપાલનું નિવેદન આવ્યું સામે, કહ્યું - મારે કોઈ લેવાદેવા નથી

તેમણે આગળ કહ્યું, “હું મીડિયાને અપીલ કરું છું કે મારું નામ લઈને આ મામલે હેડલાઈન ન બનાવવું કારણ કે તેનાથી મને અને મારા પરિવારને નુકસાન થાય છે. અમને અમારી કાનૂની વ્યવસ્થામાં વિશ્વાસ છે. જે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે છે તેને સજા થવી જોઈએ.” મને સંપૂર્ણ વિશ્વાસ છે સિસ્ટમમાં. હું આશા રાખું છું કે મારું નામ અને મારા પાર્ટનરનું નામ એવી વસ્તુમાં ન ખેંચાય કે જેનાથી અમારી કોઈ લિંક ન હોય.

આ પણ વાંચો :અક્ષય કુમારની સૂર્યવંશી ફિલ્મ આ દિવાળી પર રિલીઝ થશે, રોહિત શેટ્ટીએ કરી જાહેરાત

આ પહેલા NCBની મુંબઈ યુનિટે એક્ટર અર્જૂન રામપાલના ઘરે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન અધિકારીઓને તેમના ઘરમાંથી કેટલીક દવાઓ મળી આવી હતી. આ અંગે NCBએ તાજેતરમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી, જેમાં અર્જૂન રામપાલને સસ્પેક્ટ માનવામાં આવી રહ્યા છે.

Instagram will load in the frontend.

ચાર્જશીટ મુજબ, મુંબઈ NCBએ 3 ડિસેમ્બર 2020 ના રોજ રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાના કોન્સ્યુલેટ જનરલને એક પત્ર લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે NCBએ બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જે કેસમાં ધરપકડ કરી હતી, અર્જુન રામપાલ પણ આ જ કેસમાં શંકાસ્પદ છે અને NCB ને શંકા છે કે તે ભારત છોડીને દક્ષિણ આફ્રિકા જઈ શકે છે. જો કે, અર્જુને એનસીબીને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે એનસીબી દ્વારા જપ્ત કરવામાં આવેલી દવાઓ તેના કૂતરાના દુખાવાની દવા દવા છે.

આ પણ વાંચો : IT રેઈડ પર સોનુ સૂદે કહ્યું – લખનૌ કે જયપુરમાં એક ઈંચ જમીન પણ નથી, અધિકારીઓ મારા ઘરેથી ખુશ થઈ ગયા

આપને જણાવી દઈએ કે ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સે જુલાઈ 2019 માં અર્જુન રામપાલના પુત્રને જન્મ આપ્યો હતો. અગાઉ અર્જુન રામપાલે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. તે લગ્નથી તેમને બે પુત્રીઓ હતી, જેમના નામ માહિકા અને માયરા છે. 20 વર્ષ સાથે રહ્યા બાદ દંપતી એકબીજાથી અલગ થઈ ગયા.

Instagram will load in the frontend.

એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે એ ઓપરેશનની આગેવાની કરી રહ્યા છે, જે ડ્રગ્સ પેડલર્સ અને અવૈધ પદાર્થોના સેવન અને વિતરણમાં સામેલ લોકોને નિશાન બનાવવા અને પકડવા શરુ કરવામાં આવ્યું હતું. એનસીબના નજીકના સૂત્રોએ ખુલાસો કર્યો કે આ ત્રીજી વખત છે જેમાં તપાસ એજન્સીઓએ  Agisialos Demetriades સામે કાર્યવાહી કરી રહી છે. આ પહેલા સુશાંત સિંહ રાજપૂત મામલે પણ તેનું નામ સામે આવ્યું હતું.

આ પણ વાંચો : SP બાલાસુબ્રમણ્યમની પ્રથમ પુણ્યતિથિ પર ચાહકો થયા ભાવુક, ટ્વિટર પર ટ્રેન્ડ થયું….