Aravalli/ મોડાસાનાં અરમાન શેખે અંડર 15 બોઈઝ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેળવ્યો સિલ્વર મેડલ

પિતાના અવસાન બાદ અરમાન ના અરમાન પુરા કરવા કાકા મહત્વનું બલિદાન આપ્યું…

Gujarat Others
police attack 74 મોડાસાનાં અરમાન શેખે અંડર 15 બોઈઝ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેળવ્યો સિલ્વર મેડલ

@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી

મોડાસાનાં મહંમદ અરમાન શેખે ગાંધીધામ ખાતે યોજાયેલ અંડર 15 બોઈઝ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

સિલ્વર મેડલ મેળવનાર અરમાનની પસંદગી આગામી સમયમાં ઈન્દોર ખાતે યોજાનાર બોઈઝ અંડર 15 નેશનલ સ્પર્ધા માટે ગુજરાતની ટીમ તરફથી પસંદગી કરવામાં આવી છે. સામાન્ય લઘુમતી સમાજમાંથી આવતા અરમાને નાની ઉંમરે જ પિતાની છત્ર છાયા ગુમાવતા માનસિક રીતે પડી ભાંગેલા અરમાન માટે તેના કાકા રીઝવાન શેખે હિંમત આપી હતી, અને તેના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

અરમાનને ટેબલ ટેનિસ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે કાકા એ 30 વર્ષની ઉંમર થવા છતાં લગ્ન નથી કર્યા અને અરમાનનાં અરમાન પુરા કરવા દરેક ક્ષેત્રે મહત્વનું યોગદાન અને બલિદાન પણ આપ્યું છે. અરમાને બરોડા, ભાવનગર, સુરત સહિતનાં મોટા શહેરોમાં યોજાયેલી સ્પર્ધાઓમાં ભાગ લઈ સારા ખેલાડીઓને હરાવી સિલ્વર મેડલ મેળવ્યા છે, ત્યારે આગામી સમયમાં દેશ માટે રમી ગોલ્ડ મેડલ મેળવવાની ઈચ્છા ધરાવે છે. તે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા રોજનાં 8 કલાક પ્રેક્ટિસ કરી રહ્યો છે.

અરમાનનાં કોચ મજહસ સુથારનાં જણાવ્યા પ્રમાણે અરમાન ટેબલ ટેનિસ ક્ષેત્રે દિવસેને દિવસે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે દેશ માટે રમવાનું લક્ષ્ય પૂરું કરવા અરમાન રોજનાં 8 કલાક પ્રેક્ટિસ કરી રહ્યો છે.

education / ધોરણ-9 અને 11ના વર્ગ, સોમવારથી રાબેતા મુજબ શરૂ

Politics / અહીં 100 થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસને કહ્યું બાય-બાય, અને ભાજપના વિકાસરથમાં થયા સવાર

Vaccination: ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો