ભાવનગર/ AAP પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ, ટ્વીટ કરીને કહ્યું; નવી સરકાર…

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમત આપ્યા બાદ બનેલી નવી સરકારે કામ કરવાનું ચાલુ કર્યુ છે.

Top Stories Gujarat Others
ગોપાલ ઇટાલિયાની

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ થઈ હોવાનું ટ્વિટ કર્યુ છે. ભાવનગર પોલીસે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી છે. આ વિશે ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું છે. બે માસ અગાઉ દ્વારકામાં ભાષણમાં કૃષ્ણ ભગવાન વિશે ટીપ્પણી પર ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જામીન પર ગોપાલ ઈટાલિયાને મુક્ત કર્યા હતાં

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમત આપ્યા બાદ બનેલી નવી સરકારે કામ કરવાનું ચાલુ કર્યુ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ  કરી છે. મારી દાદીનું કાલે નિધન થયું છે, મારો પૂરો પરિવાર દુખીછે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ આ કામ માટે બહુમત મળી હશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળાના ધોળા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થયેલા હુમલા સંદર્ભે ભાવનગરની મુલાકાત કરી હતી. તે વખતે પણ મોટો વિવાદ થયો હતો.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમને એક વર્ષમાં પંજાબ મળ્યું, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી પણ અમે જીતી, ગોવામાં 2 ધારાસભ્યો અને ગુજરાતમાં 14 ટકા વોટ શેર સાથે અમારા 5 ધારાસભ્યો બન્યા.અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘ગુજરાતમાં મળેલી સફળતા સંદર્ભે એક વ્યક્તિએ કહ્યું કે, ગાયનું દૂધ તો કોઈપણ નિકાળી શકે છે, જોકે અમે બળદનું દુધ નિકાળ્યું.’ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે. આપને રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ રવિવારે પહેલીવાર આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય પરીષદમાં પક્ષના નેતાઓએ વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચાઓ કરી અને પ્રસ્તાવ પાસ કર્યો હતો.

આ પણ વાંચો:પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી જેકલીન ફર્નાન્ડીઝ, ઠગ સુકેશ ચંદ્રેશખર પણ રહ્યો હાજર

આ પણ વાંચો:અમેઠીમાં કોંગ્રેસ નેતાના વિવાદાસ્પદ નિવેદન પર સ્મૃતિ ઈરાનીનો વળતો પ્રહાર, કહ્યું- ‘ડરીને ભાગી તો નહીં જાય ને રાહુલ ગાંધી’

આ પણ વાંચો:ઘેલા સોમનાથ મંદિરની અંદર જળાભિષેક કરવા માટેનો ચાર્જ વધતા ભક્તજનોમાં નારાજગી