Surat/ દોઢ કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

સુરત શહેરને ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે અને ટેક્સટાઇલ માર્કેટમાં અવાર નવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દ્વારા સલાબદપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દોઢ કરોડની…

Gujarat Surat
Half Crore Fraud

Half Crore Fraud: સુરત શહેરને ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે અને ટેક્સટાઇલ માર્કેટમાં અવાર નવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દ્વારા સલાબદપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દોઢ કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દોઢ કરોડની કાપડની છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની નાસતા ફરતા આરોપીને પકડવાની સ્કોડ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં ભાગતો ફરતો આરોપી ડીંડોલી વિસ્તારમાં આવેલા ફ્લાવર ગાર્ડન નજીકથી પસાર થવાનો છે. ત્યારે પોલીસે આ જગ્યા પર વોચ ગોઠવી હતી અને આરોપી મનોજ ત્રાપસીયા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી મનોજ ત્રાપસીયા દ્વારા પોલીસ સામે કબુલાત કરવામાં આવી હતી કે તેને પોતાના ભાઈ જીગ્નેશ સાથે મળીને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જય ભવાની ક્રિએશન નામની દુકાન શરૂ કરી હતી અને ત્યારબાદ 2017-18 માં ફરિયાદી બ્રિજેશ કે જે સચિન GIDC ખાતે લક્ષ્મી ટેક્સટાઇલ નામથી મિલ ચલાવે છે તેમાંથી આરોપીઓએ 1,53,87,102 રૂપિયાના ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો અને ત્યારબાદ બંને આરોપીઓએ icici bankના બંધ થયેલા ખાતાના ચેકો ફરિયાદીને આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી.

ત્યારબાદ આ આરોપી પોતાના પરિવાર સાથે દુકાન બંધ કરી અને મકાન ખાલી કરીને ભાગી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મનોજ ત્રાપસીયાની ધરપકડ કરી તેને સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. પોલીસના હાથે પકડાયેલા આરોપીએ અગાઉ પણ આ પ્રકારે કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે બાબતે પણ પોલીસ ઝીણવટ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર/ પીએમ મોદીના લીલી ઝંડી બતાવતા પહેલાં જાણો સોલાપુર-શિરડી વંદે ભારત ટ્રેનનું ભાડું