Vaccine/ અમદાવાદ એરપોર્ટ પર કોરોના રસીનું આગમન, Dy.Cm  નીતિન પટેલ રહ્યા હાજર

અમદાવાદ એરપોર્ટ પર કોરોના રસીનું આગમન, Dy.Cm  નીતિન પટેલ રહ્યા હાજર

Top Stories Ahmedabad Gujarat
dabeli 6 અમદાવાદ એરપોર્ટ પર કોરોના રસીનું આગમન, Dy.Cm  નીતિન પટેલ રહ્યા હાજર

જેની સૌ કોઈ કાગ ડોળે  રાહ જોઈ રહ્યું છે તે કોરોના વાઇરસની રસીનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોચ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર કોરોના વાઇરસની રસીનું ભવ્ય આગમન થયું છે. અને પુણેથી આવેલી આ રસી માટે  તંત્ર દ્વારા પણ જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી.

કોરોના રસીના સ્વાગત માં અમદાવાદ એરપોર્ટ પર Dy.Cm  નીતિન પટેલે હાજર રહ્યા હતા. વેક્સિનના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. પોલીસ કાફલા સાથે વાહનો એરપોર્ટ પહોચ્યા હતા.  તો રસીના ટ્રાન્સપોટેશન માટે ફૂલોથી સજાયેલ ગાડી પણ એરપોર્ટ પહોચી હતી. એરપોર્ટથી ગ્રીન કોરિડોર બનાવી વેક્સિનને ગાંધીનગર મોકલવામાં આવશે. 5 લાખથી વધુ વેક્સિનના ડોઝ ગુજરાતને મળ્યા છે.

અમદાવાદ,ગાંધીનગર,ભાવનગર ઝોનમાં આ રસી અપાશે. પૂણેથી અમદાવાદ આવેલી આ કોરોના રસી દ્વારા 16 જાન્યુ.થી 287 જુદાજુદા સ્થળે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવશે.

https://youtu.be/MR2aOZBhFaw

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…