Not Set/ 60 લાખના રોડની ‘રેતી’ થઇ ગઈ, વિકાસ કેવો ખાડામાં ગયો તેની પોલ ખોલતો જોવો ચોંકવાનારો: video

અરવલ્લી એકબાજુ સરકાર વિકાસની વાતો કરે છે. ગામે ગામે રોડ બનાવવા માટે લાખો કરોડો રૂપિયા આપે છે પરંતુ અમુક રૂપિયાના લાલચુ અધિકારીઓના લીધે જનતાને હેરાનગતિનો સામનો કરવો પડે છે. અરવલ્લીના અણીયોર ગામમાં અધિકારીઓ રોડ બનાવવામાં મોટો ભષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે. અરવલ્લીના અણિયોર ગામે એક મહિના પહેલા 60 લાખના ખર્ચે બનાવેલ આર.સી.સી. રોડ તૂટી […]

Top Stories Gujarat Videos
rain 9 60 લાખના રોડની ‘રેતી’ થઇ ગઈ, વિકાસ કેવો ખાડામાં ગયો તેની પોલ ખોલતો જોવો ચોંકવાનારો: video

અરવલ્લી

એકબાજુ સરકાર વિકાસની વાતો કરે છે. ગામે ગામે રોડ બનાવવા માટે લાખો કરોડો રૂપિયા આપે છે પરંતુ અમુક રૂપિયાના લાલચુ અધિકારીઓના લીધે જનતાને હેરાનગતિનો સામનો કરવો પડે છે. અરવલ્લીના અણીયોર ગામમાં અધિકારીઓ રોડ બનાવવામાં મોટો ભષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે.

અરવલ્લીના અણિયોર ગામે એક મહિના પહેલા 60 લાખના ખર્ચે બનાવેલ આર.સી.સી. રોડ તૂટી જતાં ગ્રામજનો રોષે ભરાયા હતા. હલકી ગુણવત્તાના કારણે આર.સી.સી. રોડ તૂટી જતા રોડ બનાવામાં મોટો ભષ્ટાચાર થયો હોવાની શંકા સેવાઈ રહી છે.

મહત્વનું છે કે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા મળી રહે તે માટે સુવિધા પથ યોજના દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી માર્ગો બનાવામાં આવે છે.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે રસ્તો બનાવતી વખતે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા લાખોનો ખર્ચ કર્યા બાદ પણ રસ્તાઓ એક જ મહિનામાં તૂટી જાય છે. હજુ તો વરસાદની શરૂઆત પણ થઈ નથી એ પહેલા પ્રજાના ટેક્સના રૂપિયાથી બનાવેલ રસ્તો ચીંથરેહાલ થઈ ગયો છે. જ્યારે રસ્તો મંજુર થયો હતો તે સમયે ગ્રામજનોમાં જે ખુશીનો માહોલ હતો તે નિરાશામાં પલટાઈ ગઈ હતી

અણિયોર ગામે 60 લાખના ખર્ચે તૈયાર કરાયેલો આરસીસી રોડ માત્ર એક મહિનામાં જ તૂટી ગયો ઠેર ઠેર ખાડા પડી ગયા આસપાસ નાખેલ બ્લોક પણ નીકળી ગયા હજુ તો ગામમાં એસટી અને ભારે વાહનો શરૂ કરાયા નથી એ પહેલાં રસ્તો તૂટી ગયો છે.

ગ્રામજનોમાં જે ખુશી હતી તે એકાએક નિરાશામાં પલટાઈ ગઈ છે ત્યારે અણિયોર ગામે બનાવેલ આ વિકાસ પથએ ભ્રષ્ટચાર પથ સાબિત થયો છે.