IPL 2021/ જ્યા સુધી મુંબઈ પાસે બ્રહ્માસ્ત્ર છે, ત્યા સુધી તે ટીમ અજય છે : વિરેન્દ્ર સેહવાગ

શનિવારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2021 ની 9 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચેન્નાઈનાં એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી.

Sports
123 43 જ્યા સુધી મુંબઈ પાસે બ્રહ્માસ્ત્ર છે, ત્યા સુધી તે ટીમ અજય છે : વિરેન્દ્ર સેહવાગ

શનિવારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2021 ની 9 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચેન્નાઈનાં એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. મુંબઇ ટીમની આ શાનદાર જીતમાં બોલરોની મહત્વની ભૂમિકા હતી. જસપ્રિત બુમરાહે ખાસ કરીને ડેથ ઓવરમાં જબરદસ્ત બોલિંગ કરી હતી. આ જોતા ભારતનાં પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે બુમરાહની જોરદાર પ્રશંસા કરી છે.

123 44 જ્યા સુધી મુંબઈ પાસે બ્રહ્માસ્ત્ર છે, ત્યા સુધી તે ટીમ અજય છે : વિરેન્દ્ર સેહવાગ

IPL 2021 / ચેન્નાઈની સીઝનમાં સતત બીજી જીત, ધોનીએ બેટિંગથી એકવાર ફરી ફેન્સને કર્યા નિરાશ

સેહવાગે બુમરાહને મુંબઈ ઈન્ડિયન્સ માટે ‘બ્રહ્માસ્ત્ર’ ગણાવ્યો છે. 42 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે, “તે મુંબઈ ઈન્ડિયન્સનો ‘બ્રહ્માસ્ત્ર’ છે.” જ્યાં સુધી તેમની પાસે આ હથિયાર છે (જસપ્રીત બુમરાહ), તેમને હરાવવાનું સરળ રહેશે નહીં.” આ મેચમાં જસપ્રિત બુમરાહે હૈદરાબાદ સામે 4 ઓવરમાં માત્ર 14 રન આપી 1 વિકેટ લીધી હતી. આ સિવાય વીરેન્દ્ર સહેવાગે એ પણ સમજાવ્યું કે કેમ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની મજબૂત ટીમ છે. જમણા હાથનાં પૂર્વ બેટ્સમેને કહ્યું, “તેમની પાસે મહાન બોલરો છે જે નાના લક્ષ્યોનો બચાવ કરી શકે છે અને તેવા બેટ્સમેન છે જેની પાસે સૌથી મોટા લક્ષ્યો હાંસલ કરવાની ક્ષમતા છે.”

123 45 જ્યા સુધી મુંબઈ પાસે બ્રહ્માસ્ત્ર છે, ત્યા સુધી તે ટીમ અજય છે : વિરેન્દ્ર સેહવાગ

IPL 2021 / રોમાંચક મેચમાં ધવને દિલ્હીને પહોંચાડ્યું શિખરે, દિલ્હી એ 6 વિકેટે મેળવી જીત

વીરેન્દ્ર સેહવાગે રોહિત શર્માની કેપ્ટનશીપની પ્રશંસા કરતા કહ્યું કે, ‘જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદનાં બેટ્સમેન જોની બેયરસ્ટોએ કૃણાલ પંડ્યાની 2 ઓવરમાં સખત રન ફટકાર્યા ત્યારે રોહિતે તેને હટાવ્યો હતો અને બોલ કિરોન પોલાર્ડને આપ્યો હતો. રોહિતનાં આ નિર્ણય અંગે સેહવાગે કહ્યું કે, વિજય શંકર જેવા ઘણા લોકોએ આ પીચ પર હૈદરાબાદ માટે સારી બોલિંગ કરી હતી, તેવી જ રીતે મુંબઈને પણ આશા હતી કે પોલાર્ડ પણ આવું જ કઇંક કરી શકે છે. તે સમયે મને લાગ્યું હતું કે, હાર્દિક પંડ્યા પણ બોલિંગ માટે આવી શકે છે, કારણ કે તે પણ ધીમી બોલિંગ કરે છે. ”

Untitled 36 જ્યા સુધી મુંબઈ પાસે બ્રહ્માસ્ત્ર છે, ત્યા સુધી તે ટીમ અજય છે : વિરેન્દ્ર સેહવાગ