પંચમહાલ/ ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા “આસ્ફાલ્ટ પેઈન્ટીંગ” માં વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવવાનો ભય

ગાંધીનગર સ્થિત ચીફ એન્જીનીયરની સુચનાનો વરસતા વરસાદમાં જ અમલ

Gujarat Others
Untitled 254 ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા "આસ્ફાલ્ટ પેઈન્ટીંગ" માં વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવવાનો ભય

મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ

ગોધરા શહેરના હાર્દસમા કહેવાતા બામરોલી રોડ કે જયાં ચોવીસ કલાક વાહનોની અવરજવરોથી એકદમ વ્યસ્ત છે, આ બામરોલી રોડ ઉપર વરસાદના આગમન વચ્ચે માર્ગ અને મકાન વિભાગના સત્તાધીશો ગાંધીનગરની સુચનાઓના આધારે “આસ્ફાલ્ટ પેઈન્ટિંગ”કરવાના આ વિચિત્ર આદેશોની આ કામગીરીઓના પગલે વાહન ચાલકો અકસ્માત સર્જાવવાના ભય વચ્ચે પસાર થવું પડે એવી સર્જાયેલ આ કરૂણ હાલતોમાં ક્યાંક ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર ગોધરા કચેરીને ગણવી કે ગાંધીનગર કચેરીને ગણવી આ મૂંઝવણોની વ્યથાઓ વાહનચાલકો સમેત માર્ગ અને મકાન વિભાગના સત્તાધીશોને પણ અંદરખાને મૂંઝવતી હશે .

ગુજરાતમાં ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરીઓ માટે જાગૃત બનેલા ગાંધીનગર સ્થિત માર્ગ અને મકાન વિભાગના સત્તાધીશો દ્વારા જાહેર રસ્તાઓ તંદુરસ્ત રહે અને ગાબડાઓ પૂરવા માટે એડવાન્સ ગ્રાન્ટ દરેક જિલ્લાઓમાં મોકલ્યા બાદ ઉચ્ચ સત્તાધીશો દ્વારા શરૂ થયેલ દરેક જિલ્લાઓની મુલાકાતોના આ પ્રવાસમાં ગાંધીનગર ખાતેથી ચીફ એન્જીનીયર પી.આર.પટેલીયાએ બે વખત ગોધરા અને પંચમહાલ જિલ્લાની મુલાકાત લીધી હતી.

એમાં ગોધરા શહેરના હાર્દસમા બામરોલી રોડ સમેત અન્ય પ્રવેશદ્વારોના રસ્તાઓની સરફેશને સુરક્ષિત રાખવા માટે આસ્ફાલ્ટ પેઈન્ટીંગ એટલે કે જાહેર રસ્તા ઉપર ડામર પાથરીને ઉપર રેતીનો છંટકાવ કરવાની આપેલ સુચનાઓના આધારે માર્ગ અને મકાન વિભાગના સત્તાધીશો દ્વારા વાહનોની સતત અવરજવરોથી ભરચક એવા બામરોલી રોડ ઉપર “આસ્ફાલ્ટ પેઈન્ટીંગ”ના કરવામાં આવી રહેલા આ કામના પગલે વાહન ચાલકો અકસ્માતો સર્જાય એવી મૂંઝવણોના આ વરસાદી માહૌલમાં વાહનો સ્લીપ થઈ જતા હોવાના વધી રહેલા આ દ્રશ્યોમાં ઈજાગ્રસ્ત વાહન ચાલકોની આ વેદનાઓ ભલે માર્ગ અને મકાનના સત્તાધીશો સુધી પહોંચી નહિ હોય પરંતુ જ્યારે આસ્ફાલ્ટ પેઈન્ટીંગ માટેની ગાંધીનગર સત્તાધીશોની આ સુચનાઓમાં પાદરા જેવો ગંભીર અકસ્માત ગોધરાના બામરોલી રોડ ઉપર ક્યાંક સર્જાય તો જવાબદાર સત્તાધીશો તરીકે કોણે ગણવા આ પણ વાહનચાલકોની ભયભીત ચર્ચાઓ છે.!!