Video/ સાબરકાંઠામાં પોલીસકર્મીઓ પર હુમલો, દેશી બંદૂક વડે કરાયું ફાયરિંગ

દેશી બંદૂક વડે ફાયરીંગ કરતા એક પોલીસ કર્મીને પગમાં ઈજા પહોંચી જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

Gujarat Others
પોલીસકર્મીઓ પર હુમલા
  • પોશીનાના કાલીકંકરના ગૌરીમાં કરાયો હુમલો
  • દરોડા પાડવા ગયા હતા પોલીસકર્મીઓ
  • ઉચ્ચ પર પોલીસ અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે

સાબરકાંઠામાં રેડ કરવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલાની ઘટના બની હતી. સમગ્ર ઘટના પોશીના તાલુકાનાં કાલીકંકરનાં ગૌરીની છે, જ્યાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં. જાણવા મળતી માહિતી મુજબ, આ ફાયરીંગ દેશી બંદૂક વડે કરાયું હતું અને ઘટનાની જાણ  સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે, પોશીનાના ગૌરી ગામમાં ગેરકાયદેસર દેશીબનાવટના હથિયારો સંતાડવામાં આવ્યા છે. જેથી બાતમીના આધારે પોલીસ કર્મીઓએ ત્યાં રેઇડ પાડી હતી. જે બાદ ત્યાંના લોકોએ ત્યાં જ સંતાડેલા દેશી બનાવટની બંદૂકોથી જ પોલીસ પર હુમલો કર્યો હતો.

દેશી બંદૂક વડે ફાયરીંગ કરતા એક પોલીસકર્મીને પગમાં ઈજા પહોંચી જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે. આરોપીએ જાણો પોલીસને ખુલો પડકાર ફેંક્યો હોય તેમ હુમલ કર્યો છે.

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે કહ્યું- કાશ્મીરમાં પાછો આવી રહ્યો છે 90ના દાયકા જેવો આતંકવાદ, 16 કાશ્મીરી પંડિતોને…. 

આ પણ વાંચો:લૉરેન્સ બિશ્નોઈની પૂછપરછ દરમિયાન ખુલાસો, મૂસેવાલાની હત્યા પાછળ આ છે કનેક્શન

આ પણ વાંચો:સોનિયા-રાહુલને EDના સમન્સ પર કોંગ્રેસે કેન્દ્રને ઘેર્યું, હવે ભાજપે આપ્યો આકરો જવાબ

logo mobile