New Parliament House/ સંસદ ભવનમાં નકલી આધારકાર્ડથી ઘૂસણખોરીનો પ્રયાસ, 3 લોકોની કરાઈ ધરપકડ

સંસદ ભવનની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. બનાવટી આધાર કાર્ડ(Aadhar Card)નો ઉપયોગ કરીને સંસદ સંકુલમાં પ્રવેશ કરનાર 3 લોકોની ધરપકડ કરાઈ.

Top Stories India
Beginners guide to 2024 06 07T113419.769 સંસદ ભવનમાં નકલી આધારકાર્ડથી ઘૂસણખોરીનો પ્રયાસ, 3 લોકોની કરાઈ ધરપકડ

સંસદ ભવનની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. બનાવટી આધાર કાર્ડ(Aadhar Card)નો ઉપયોગ કરીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા પકડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક શખ્સોએ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરી સંસદના સંકુલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે CISF જવાનોની સર્તકતાએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. CISFએ કહ્યું કે ત્રણેય ગેટ નંબર 3થી સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અમે તેમને પકડીને દિલ્હી પોલીસને સોંપી દીધા. આ કેસમાં પોલીસ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.

દિલ્હી પોલીસને કરાઈ સોંપણી
દિલ્હી પોલીસે જણાવ્યું કે તેમની ઓળખ કાસિમ, મોનિસ અને શોએબ તરીકે થઈ છે. બનાવટી અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલો 4 જૂનનો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ત્રણેય શખ્સને ડીવી પ્રોજેક્ટસ દ્વારા કામ પર રખાયા હતા અને તેઓ આઈજી7માં એમપીના લોન્જના બાંધકામની કામગીરીમાં કામ કરતા હતા. દરમ્યાન આ ત્રણેય શખ્સોએ સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય વ્યક્તિઓ ઉપર બનાવટ અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકાયો છે. પોલીસ ત્રણેયની પૂછપરછ કરી સંસદમાં પ્રવેશ કરવાના તેમના ઉદેશ્ય વિશે વધુ માહિતી મેળવશે.

ગત વર્ષે થયો હતો હુમલો
કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર ઘૂસી ગયા હતા. બંનેએ ડબ્બા વડે ઘરમાં ધુમાડો ફેલાવી દીધો હતો. આ દરમિયાન નીલમ આઝાદ અને શિંદેએ સંસદ પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી – મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ ધનરાજ શિંદે, નીલમ, લલિત ઝા અને મહેશ કુમાવત. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (વિનઈ કુમાર સક્સેના) એ ગુરુવારે (6 જૂન, 2024) આ કેસમાં તમામ છ લોકો સામે કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.

આ પહેલીવાર નથી કે જ્યારે સંસદની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસનો મામલો સામે આવ્યો હોય. ગયા વર્ષે જ સુરક્ષા ભંગનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. 4 જૂનના રોજ ત્રણ શખ્સ દ્વારા નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી સંસદ સંકુલ કથિત રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે CISF જવાનો દ્વારા ત્રણેય પર શંકા જતા પોલીસને સોંપ્યા. હવે પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ