સાળંગપુર વિવાદ/ ભીંતચિત્ર પર કાળો કૂચરડો ફેરવવાનો પ્રયાસઃ પોલીસે ધરપકડ કરી

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનનો વિવાદ દિનપ્રતિદિન વેગ પકડી રહ્યો છે. જંગલમાં દાવાનળ ફેલાય તે રીતે આ વિવાદ વકરી રહ્યો છે. આના ભાગરૂપે એક અજાણ્યા યુવાને સાળંગપુરમાં પ્રતિમા પર કાળો કૂચરડો ફેરવવાનો પ્રયાસ કર્યો છે તેના પગલે વાતાવરણમાં ગરમી આવી ગઈ છે.

Gujarat
પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્ન પહેલા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા 12 ભીંતચિત્ર પર કાળો કૂચરડો ફેરવવાનો પ્રયાસઃ પોલીસે ધરપકડ કરી

સાળંગપુરઃ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનનો વિવાદ દિનપ્રતિદિન વેગ પકડી રહ્યો છે. જંગલમાં દાવાનળ ફેલાય તે રીતે આ વિવાદ વકરી રહ્યો છે. આના ભાગરૂપે એક અજાણ્યા યુવાને સાળંગપુરમાં પ્રતિમા પર કાળો કૂચરડો ફેરવવાનો પ્રયાસ કર્યો છે તેના પગલે વાતાવરણમાં ગરમી આવી ગઈ છે. પોલીસે કાળો કૂચડો ફેરવનારી વ્યક્તિની અટકાયત કરી છે. તેની પાછળનું કારણ શોધવાની પણ તપાસ શરૂ કરી છે. આ ઘટના પગલે ડીવાયએસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

દેશના જાણીતા યાત્રાધામ અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સ્થાપિત કરાયેલી હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવતા હિંદુ સમાજમાં જબરજસ્ત આક્રોશ છે.

આના પગલે સવારે દસ વાગે અમદાવાદમાં સંતો ભેગા થશે. અમદાવાદના ભારતીય આશ્રમ, સરખેજ લંબે હનુમાન મંદિરો સંતો એકઠા થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી સંતો આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આ વિવાદમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ કૂદી પડ્યા છે. તેમણે પણ જણાવ્યું હતું કે હું હનુમાન ભગત છું. તેનું સન્માન જળવાવું જોઈએ. મંદિરનો પૂજારી હોય તેને પૂજારી કહેવાય એ એમ કહે હું ભગવાન છું તે ન ચાલે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઈએ. લોકોની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે તેવા કોઈ પગલાં ન ભરવા જોઈએ. આ અંગે જગદગુરુ શંકરાચાર્યએ કરેલી અપીલ માનવી જોઈએ.

સાળંગપુર વિવાદના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. સુરત ખાતે પણ સનાતની હિંદુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ભીંતચિત્રોને લઈને સાધુ સંતો અને કરણી સેના મેદાનમાં ઉતરી છે. કરણી સેનાના રાજ શેખાવતી ચોથી સપ્ટેમ્બર સુધીમાં ભીંતચિત્ર હટાવી લેવા અલ્ટીમેટમ આપ્યું છે. જો ચાર સપ્ટેમ્બર સુધી ચિત્રો હટાવવામાં નહી આવે તો કરણી સેના સાથે સુરતના હિંદુ સંગઠનો પણ સાળંગપુર પહોંચશે.

આ પણ વાંચોઃ Scam/દહેગામમાં કોરોના સહાય માટે બોગસ પ્રમાણપત્રોથી 30 વારસદારોએ આચર્યું મસમોટું કૌભાંડ

આ પણ વાંચોઃ કાર્યવાહી/અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, એક જ મહિનામાં 72 આરોપીઓને કરવામાં આવી પાસા

આ પણ વાંચોઃ PM અને CM વચ્ચે શું થઇ ચર્ચા?/CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક

આ પણ વાંચોઃ ઓ બાપ રે…/રાજકોટમાં કુતરાનો ત્રાસ વધ્યો, એક ડઝન કરતા વધુ લોકોને કરડયા

આ પણ વાંચોઃ અમદાવાદ/જાણો, બાપુનગરમાંથી ગુમ થયેલા આ પાંચ બાળક ક્યાંથી અને કેવી રીતે મળ્યા…