અમદાવાદ/ જાણો, બાપુનગરમાંથી ગુમ થયેલા આ પાંચ બાળક ક્યાંથી અને કેવી રીતે મળ્યા…

બાપુનગરમાં પાંચ મિત્રો સવારે શાળાએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ઘરે પરત ફર્યા ન હતા. સંબંધીઓએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી પાંચેય બાળકોની શોધખોળ શરૂ કરી હતી.

Ahmedabad Gujarat
Untitled 5 જાણો, બાપુનગરમાંથી ગુમ થયેલા આ પાંચ બાળક ક્યાંથી અને કેવી રીતે મળ્યા...

Ahmedabad : બાપુનગરમાં પાંચ મિત્રો સવારે શાળાએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ઘરે પરત ફર્યા ન હતા. સંબંધીઓએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી પાંચેય બાળકોની શોધખોળ શરૂ કરી હતી. ગત શુક્રવારે સવારે સાત વાગ્યાના અરસામાં પાંચેય મિત્રો સ્કુલે જવાનું કહીને સ્કુલ બેગમાં કપડા લઈને ઘરની બહાર નીકળ્યા હતા, જે બાદ મોડી સાંજે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને બે દિવસ શનિવાર અને રવિવાર સુધી પણ બાળકો ન મળતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી પાંચેય બાળકોને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.

પાવાગઢમાંથી ગુરુવારે બપોરે પાંચ સગીર બાળકો મળી આવ્યા હતા. પાવાગઢ પોલીસે પાંચેય સગીરોની પૂછપરછ કરતાં હકીકત સામે આવી હતી કે આ બાળકો અમદાવાદના છે અને અઠવાડિયા પહેલા ઘરેથી નીકળી ગયા હતા.

બાપુનગર પોલીસે ચાર ટીમ રચી તપાસ શરૂ કરી હતી. અમદાવાદથી વડોદરા સુધીના હજારો સીસીટીવી ફૂટેજ ચકસ્યા હતા. એક ટીમ સીસીટીવી ફૂટેજ ચકાસતી હતી, બીજી ટીમ બાળકોના શંકાસ્પદ ઠેકાણાંની તપાસ કરતી હતી, ત્રીજી ટીમ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતી હતી. ચોથી ટીમ પરિવાર પરિવાર સાથે સંકલન રાખીને વાતચીત કરતી હતી. પાંચમી ટીમ સોશિયલ મીડિયા પર વોચ રાખીને બેઠી હતી.

બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટના આઈડી સર્વેલન્સ પર મૂક્યા હતા. પાંચમાંથી એક બાળકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતા આઈડીનું લોકેશન પાવાગઢ મળી આવ્યું હતું. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપુનગરના પીએસઆઈ સહિતની એક ટીમ પાવાગઢ મોકલીને બાળકોનો કબજો લેવામાં આવ્યો હતો.

પોલીસને પાંચ અજાણ્યા બાળકો અંગેનો સુરાગ મળ્યો હતો, જ્યારે પોલીસે તમામ બાળકોને પકડીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ તમામ બાળકો બાપુનગરના છે અને આ એ જ પાંચ બાળકો છે જે એક સપ્તાહ પહેલા રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા.

પાવાગઢ પોલીસે તમામ બાળકોને નાસ્તો અને ભોજન આપવામાં આવ્યું હતું. તે કેટલા દિવસથી પાવાગઢમાં છે, અમદાવાદથી કેવી રીતે આવ્યો, ક્યાં ગયો અને અહીં કેવી રીતે આવ્યો તે અંગે પોલીસે પૂછપરછ કરી હતી. બાપુનગર વિસ્તારની હરદાસ ચાલીમાં રહેતા પાંચ સગીર બાળકો એક અઠવાડિયા પહેલા કપડા લઈને ઘરેથી નીકળી ગયા હતા.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ