Cricket/ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી આપ્યું રાજીનામું

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લેંગરે તાત્કાલિક અસરથી પદ છોડ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પાંચ ટેસ્ટની એશિઝ સીરીઝમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું.

Sports
1 2022 02 05T070140.752 ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી આપ્યું રાજીનામું

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લેંગરે તાત્કાલિક અસરથી પદ છોડ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પાંચ ટેસ્ટની એશિઝ સીરીઝમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. આ સિવાય ગયા વર્ષે જ્યારે લેંગર કોચ હતા ત્યારે ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેઓ ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ હતા.

આ પણ વાંચો – IPL Mega Auction 2022 / ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે

લેંગરે શુક્રવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. મેલબોર્નમાં એક દિવસની મીટિંગ પછી, સીઈઓ નિક હોકલીએ કહ્યું કે કોચ સાથે “ગુપ્ત ચર્ચાઓ” ચાલુ રાખવા સિવાય કોઈ ઉકેલ નથી. જો કે, માત્ર 18 કલાક પછી, લેંગરનાં રાજીનામાની પુષ્ટિ કરી દેવામાં આવી. 51 વર્ષીય લેંગરની મેનેજમેન્ટ કંપની DSEGએ શનિવારે સવારે રાજીનામાની પુષ્ટિ કરી હતી.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે DSEG પુષ્ટિ કરે છે કે અમારા ક્લાયન્ટ જસ્ટિન લેંગરે આજે સવારે ઓસ્ટ્રેલિયન પુરુષ ક્રિકેટ ટીમનાં કોચ પદેથી રાજીનામું આપ્યું છે. ગઈકાલે સાંજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેની બેઠક બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. કોચે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો – PSL 2022 / શાહિદ આફ્રિદીની ઓવરમાં બેટ્સમેનોએ ફટકાર્યા 8 છક્કા, PSL નાં ઈતિહાસમાં કોઇ બોલરે નથી આપ્યા આટલા રન

ઓસ્ટ્રેલિયાએ ત્રણ અઠવાડિયા પછી પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સહાયક કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ લેંગરની ગેરહાજરીમાં કોચિંગની જવાબદારી સંભાળી શકે છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાથી જ શ્રીલંકા સામેની આગામી પાંચ મેચની T20I શ્રેણીમાં મેકડોનાલ્ડને જવાબદારી સોંપવાની યોજના બનાવી લીધી છે.