Not Set/ આધાર : વૃદ્ધો સહીત આ લોકોને બેંક ખાતા લીંક કરવામાંથી છૂટ

નવી દિલ્હી,  આધાર કાર્ડને મોબાઈલ નંબર અને બેંક ખાતાઓ સહીત અનેક સેવાઓની સાથે લીંક કરવું જરૂરી છે. જો કે હાલમાં આધારની અનિવાર્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સરકારે આધાર લીંક કરવાને લઈને સામાન્ય નાગરિકોને રાહત આપી છે. કેન્દ્ર સરકારે બેંક ખાતાઓને આધારની સાથે જોડાવાના મુદ્દા અંગે રાહત આપવામાં આવી છે. સરકારે […]

India Trending
AADHAAR Biometric આધાર : વૃદ્ધો સહીત આ લોકોને બેંક ખાતા લીંક કરવામાંથી છૂટ

નવી દિલ્હી,

 આધાર કાર્ડને મોબાઈલ નંબર અને બેંક ખાતાઓ સહીત અનેક સેવાઓની સાથે લીંક કરવું જરૂરી છે. જો કે હાલમાં આધારની અનિવાર્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સરકારે આધાર લીંક કરવાને લઈને સામાન્ય નાગરિકોને રાહત આપી છે.

કેન્દ્ર સરકારે બેંક ખાતાઓને આધારની સાથે જોડાવાના મુદ્દા અંગે રાહત આપવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, ઘાયલ, બીમાર અને કમજોર (અશક્ત) વૃદ્ધ લોકોને બેંક ખાતાઓને આધાર સાથે લીંક કરવાની અનિવાર્યતા નથી.

સરકારે કહ્યું છે કે, આ લોકો બેંક ખાતા ખોલાવવા માટે અને તેમાં પોતાની ઓળખ સ્પષ્ટ કરવા માટે આધાર કાર્ડના બદલે તેની સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજો પણ જમા કરાવી શકે છે.

કેન્દ્ર સરકારે આ મામલામાં એક અધિસૂચના પ્રસિદ્ધ કરી છે. જેમાં સરકારે કહ્યું છે કે, આવા લોકોને રાહત આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે કે, જેમના બાયોમેટ્રિક યોગ્ય રીતે કામ નથી કરી શકતા. આ માટે મની લોન્ડરિંગ એક્ટમાં પણ સંશોધન (સુધારા)  કરવામાં આવ્યા છે.

અધિસૂચના અનુસાર સંશોધનમાં  યોગ્ય કારણો દર્શાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જે લોકો ઘાયલ અથવા બીમાર હોવાના કારણે અથવા તો પછી વૃદ્ધ હોવાના કારણે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન નથી કરાવી શકતા, તો તેઓને બેંક આધાર ખાતાને આધારથી વેરીફાઈ કરવાને લઈને છૂટ આપવામાં આવશે.

સરકારની તરફથી લેવામાં આવેલા નિર્ણયને લઈને યુઆઇડીઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું છે કે, આ નવા નિયમ મુજબ વૃદ્ધો, ઘાયલો અને બીમાર લોકોની માટે રાહત મળશે. આના કારણે તેઓ કોઈ પણ જાતની અડચણ વિના નાણાકીય સેવા મેળવતા રહેશે.

પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, આનાથી એ પણ સુનિશ્ચિત થશે કે કોઈ વ્યક્તિ, જેના બાયોમેટ્રિક વ્યવસ્થિત રીતે કામ નથી કરી રહ્યા, તેમને આ ન હોવાના કારણથી જરૂરી સુવિધાઓથી વંચિત થવું ન પડે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં આધારની અનિવાર્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન મોબાઈલ નંબર સહીત અનેક સેવાઓને આધારની સાથે લીંક કરવાની ડેડલાઇન છે.