Not Set/ રોગચાળાને અટકાવવા રાજકોટના સ્લમ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો : લોહીના નમૂના લેવાયા

મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત આગામી ચોમાસામાં મેલેરિયા સહિતનો રોગચાળો ફેલાય નહીં તે માટે પ્રિમોન્સુન કામગીરી હેઠળ હાઇરિસ્ક ગ્રુ૫

Gujarat Rajkot
june mas 4 રોગચાળાને અટકાવવા રાજકોટના સ્લમ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો : લોહીના નમૂના લેવાયા

મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત આગામી ચોમાસામાં મેલેરિયા સહિતનો રોગચાળો ફેલાય નહીં તે માટે પ્રિમોન્સુન કામગીરી હેઠળ હાઇરિસ્ક ગ્રુ૫ એવા સ્લમ તથા સ્થળાંતરીત વસ્તી ઘરાવતા વિસ્તારોમાં પોરાનાશક કામગીરી, તથા સ્થાનિક લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો, મચ્છર ઉત્પતી સ્થાનોનો નિકાલ કરવા અંગે તથા મચ્છર ના પોરા થતા અટકાવવાના ૫ગલાં વિશે વિગતવાર સમજ આ૫વામાં આવેલ તથા તાવના કેસમાં લોહીના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

june mas1 રોગચાળાને અટકાવવા રાજકોટના સ્લમ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો : લોહીના નમૂના લેવાયા

સામાન્ય રીતે લોકોના ઘરોમાં પક્ષીકુંજ, ટાયર, અગાસીમાં પડેલ ભંગાર,  બેરલ, પશુને પીવાની પાણીની કુંડી, નળની કુંડી, સીડી નીચે પાણીના ટાંકા, છોડના કુંડામાં, કુલરમાં જમા રહેતા પાણીમાં મચ્છરના પોરા જોવા મળે છે.ઉનાળાની કાળઝાળ ગરમીમાં મેલેરિયા ફેલાવનારા મચ્છર ઘરની ઠંડક વાળી જગ્યાઓ પર ઉછરે છે. કૂલર તેમના માટે ખાસ બ્રીડિંગ સ્થળ છે. હાલ ઘરને ઠંડુ રાખવાના અનેક સાધનો ઉપલબ્ધ હોય છે, તેથી મચ્છરની વસ્તીમાં વધારો નોંઘાય છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ તરીકે ઉજવવામાં આવે છે.

june mas 3 રોગચાળાને અટકાવવા રાજકોટના સ્લમ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો : લોહીના નમૂના લેવાયા

આ કામગીરી અંતર્ગત વોર્ડ નં. ૧ માં મારવાડીવાસ, વોર્ડ નં ૮ માં વૈશાલીનગર મફતિયા૫રા, વોર્ડ નં ૯ માં શિવ૫રા, વોર્ડ નં ૧૦ માં ગુજરાત હાઉસિંગ બોર્ડ, વોર્ડ નં. ૧૧ માં લક્ષ્મણ ટાઉનશી૫ (જીવરાજ પાર્ક), વોર્ડ નં. ૧૨ માં સરસ્વતીનગર, વોર્ડ નં. ર માં છોટુનગર મફતિયું, વોર્ડ નં. ૩ માં રૂખડીયા મદ્રાસી ખાડો, વોર્ડ નં. ૭ માં મનહરપ્લોટ, વોર્ડ નં. ૧૩ માં અજમલનગર, વોર્ડ નં. ૧૪ માં લક્ષ્મીવાડી, વોર્ડ નં. ૧૭ માં ઇન્દીરાનગર, વોર્ડ નં. ૪ માં જય પ્રકાશનગર,  વોર્ડ નં. ૫  માં મંછાનગર, વોર્ડ નં. ૬ માં યુવરાજનગર, વોર્ડ નં. ૧૫ માં ભૈયાબસ્તી, વોર્ડ નં. ૧૬ માં ગઢવીવાસ (વિવેકાનંદનગર), વોર્ડ નં. ૧૮ માં ગુલાબનગર, વગેરે વિસ્તારો આવરી લેવામાં આવેલ છે.

june mas 5 રોગચાળાને અટકાવવા રાજકોટના સ્લમ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો : લોહીના નમૂના લેવાયા

મેયર ડો. પ્રદિ૫ ડવ, માન. ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, માન. કમિશનર ઉદિત અગ્રવાલ, માન. શાસક ૫ક્ષ નેતા વિનુભાઇ ઘવા, માન. દંડક સુરેન્દ્રસિંહ વાળા,  માન. આરોગ્ય સમિતી ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા ની સુચના અનુસાર આરોગ્‍ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્‍ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી ઉ૫રાંત મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો અંગે સમજણ અપાઇ હતી.

majboor str 6 રોગચાળાને અટકાવવા રાજકોટના સ્લમ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો : લોહીના નમૂના લેવાયા