અયોધ્યા રામ મંદિર/ અયોધ્યા રામ મંદિર : ‘પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ’નો વિરોધ કરતાં વિરોધ પક્ષના નેતાઓ આજે ક્યાં

આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ લલ્લાનો અભિષેક સમારોહ ઉજવાઈ રહ્યો છે.

Top Stories India
Mantay 97 1 અયોધ્યા રામ મંદિર : 'પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ'નો વિરોધ કરતાં વિરોધ પક્ષના નેતાઓ આજે ક્યાં

અયોધ્યા : આજે રામ મંદિરમાં રામ લલાની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ લલ્લાનો અભિષેક સમારોહ ઉજવાઈ રહ્યો છે. પાંચસો વર્ષની લાંબી આતુરતાનો આજે અંત આવ્યો છે. દેશવાસીઓમાં આ દિવસની ધામધૂમથી ઉજવમી કરવામાં આવી રહી છે. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ સમારોહને એક રાજનીતિક એજન્ડા બતાવ્યો હતો. છતાં કોંગ્રેસના નેતાઓ આજે 22 જાન્યુઆરીના રોજ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.

આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક બની ગયો છે. આજે અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ ટ્સ્ટ દ્વારા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ખાસ ઉજવણીમાં આમંત્રણ મળતા મહેમાનોએ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષના નેતાઓએ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. છતાં આજે તેઓ મંદિરની મુલાકાતે છે. આ કાર્યક્રમ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી સહિત વિરોધ પક્ષોના ઘણા નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓએ આ ઘટનાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાજકીય ઘટના ગણાવીને તેનાથી દૂરી લીધી છે.

રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા છે. આજે રાહુલ ગાંધી આસામના નાગાંવ જિલ્લામાં સ્થિત આસામના સમાજ સુધારક સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બતાદ્રવા થાનની મુલાકાત લેવાના હતા. પરંતુ સ્થાનિક સરકાર દ્વારા મંજૂરી આપવામાં ના આવતા રાહુલ ગાંધી ધરણા પર બેઠા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે શું અમને પ્રધાનમંત્રી મોદીના આદેશ બાદ જ જવા દેવામાં આવશે તેમ ભાજપ પર આરોપ લગાવ્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રામ લલ્લાના અભિષેકના આયોજનથી પોતાને દૂર રાખ્યા છે. ટીએમસીએ ભાજપ પર ધાર્મિક કાર્યક્રમને રાજકીય કાર્યક્રમમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જી કોલકાતાના કાલીઘાટ મંદિર પહોંચી દર્શન અને પૂજા કરશે. મમતા બેનર્જી કાલીઘાટ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ સર્વ ધર્મ સદભાવના રેલી પણ કાઢશે. ટીએમસીના વડાએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને રાજ્યમાં વિવિધ સ્થળોએ સર્વ ધર્મ સદભાવના રેલીઓ કાઢવાની પણ અપીલ કરી છે.

ઉદ્ધવ ઠાકરેને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ તેમણે આ આમંત્રણ નકાર્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના બદલે આજે ઉદ્ધવ ઠાકરે વિનાયક દામોદર સાવરકરના જન્મસ્થળ ભગુરની મુલાકાત લીધી. આ પછી ઉદ્ધવ સાંજે નાશિકના કાલારામ મંદિરની મુલાકાત લેવાના છે. ઉદ્ધવ ઠાકરે કાલારામ મંદિર પહોંચશે અને મહા આરતીમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ કાલારામ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન રામનું આ મંદિર દલિતોના મંદિરમાં પ્રવેશ માટેના ઐતિહાસિક આંદોલન માટે પણ ઓળખાય છે. 1930 માં, મંદિરમાં પ્રવેશ માટે દલિત આંદોલન અહીં ડૉ. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં થયું હતું.

આમ આદમી પાર્ટીના નેતાઓને પણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આપના નેતાઓ અયોધ્યા જવાના બદલે દિલ્હીમાં જ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP)અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પ્રસંગે શોભાયાત્રા કાઢશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ શોભાયાત્રામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ભાગ લઈ શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર દિલ્હીમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવનાર છે. 20 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્યારેલાલ ભવન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…

આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!