આઝાદી ગૌરવ યાત્રા/ કોંગ્રેસે શરૂ કરી સાબરમતી આશ્રમથી 1171 કિમીની યાત્રા

ગુજરાતમાં 10 દિવસ વિવિધ જિલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. કુલ 3 લાખ લોકો સુધી સીધા પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ છે.

Top Stories Ahmedabad Gujarat
આઝાદી ગૌરવ યાત્રા

સફેદ વસ્ત્રોમાં, હાથમાં તિરંગો લઈને પગપાળા એક રેલી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આઝાદી ગૌરવ યાત્રા (રેલી) આજથી શરુ કરવામાં આવી છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમથી શરું થયેલી આઝાદી ગૌરવ યાત્રા રેલીમાં 1171 કિમીની યાત્રા કરવામાં આવશે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે કોંગ્રેસ દ્વારા ‘આઝાદી ગૌરવ યાત્રા’ની શરૂઆત ભાજપ સ્થાપના દિવસથી કરવામાં આવી છે અને આ આઝાદી ગૌરવ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમદાવાદના ગાંધીઆશ્રમથી શરુ કરાયેલી યાત્રા દિલ્હી રાજઘાટ સુધીની રહેશે. આમ કુલ 1175 કિલોમીટર લાંબી યાત્રામાં સ્ત્રીઓ પણ જોડાઈ છે. ગુજરાતમાં 10 દિવસ વિવિધ જિલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. કુલ  3 લાખ લોકો સુધી સીધા પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. દરેક ગામમાંથી અન્ન. પાણી અને માટી લેવામાં આવશે. આ પાણી અને માટીથી રાજઘાટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે.  75 યાત્રીઓ પદયાત્રા સતત જારી રાખશે. આઝાદી માટેના બલિદાનોની વાત લોકો વચ્ચે લઇ જશે. આઝાદીના અમૃતમ્હોત્સવની ઉજવણી રૂપે યોજાયેલી આ યાત્રા વિષે જણાવતા યાત્રાળુએ જણાવ્યું હતું કે, 75 વર્ષ પછી આ દેશમાં બીજી લડાઇ લડવાની જરૂર હોય તેમ લાગી રહ્યુ છે અને આ તેના માટેની શરૂઆત છે. દેશનું ભવિષ્ય ઉજવળ કરવા માટેનો આ પ્રયત્ન છે.

આ પણ વાંચો : નરેશ પટેલને ભાજપમાં લાવવાનો તખતો તૈયાર!ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

આ પણ વાંચો :ભોજન, ઈંઘણ અને અન્યજરૂરી વસ્તુઓની અછત વર્તાઈ રહી છે

આ પણ વાંચો :એક એવા ગામ વિશે જાણો જ્યાં લોકો ઘરને કવર કરે છે

આ પણ વાંચો :આ તારીખ પહેલા આવી શકે છે ‘Great Indian IPO’, જાણો શું છે સરકારની યોજના