T20 World Cup/ ફટાફટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બન્યો બાબર આઝમ, કોહલીનો તોડ્યો રેકોર્ડ

પાકિસ્તાનનાં બાબર આઝમે અફઘાનિસ્તાન સામે T20 વર્લ્ડકપ મેચ દરમિયાન કેપ્ટન તરીકે 1000 T20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરીને ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો.

Sports
બાબર આઝમે તોડ્યો રેકોર્ડ

શુક્રવારે રમાયેલી પાકિસ્તાન અને  અફગાનિસ્તાનની મેચ રોમાંચથી ભરપૂર હતી. પાકિસ્તાનનાં બાબર આઝમે અફઘાનિસ્તાન સામે T20 વર્લ્ડકપ મેચ દરમિયાન કેપ્ટન તરીકે 1000 T20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરીને ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો.

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / રસાકસી બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાને 5 વિકેટથી હરાવ્યું,આસિફ અલીની સ્ફોટક બેટિંગ 7 બોલમાં 25 રન

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમે T20 વર્લ્ડકપ અંતર્ગત અફઘાનિસ્તાન સામેની મેચમાં અડધી સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. UAEનાં મેદાન પર પાકિસ્તાનની આ સતત 14મી જીત છે. આસિફ અલીએ 19મી ઓવરમાં ચાર સિક્સર ફટકારીને તેને યાદગાર બનાવી દીધી હતી. બાબરે કેપ્ટન તરીકે 26 ઇનિંગ્સમાં પોતાના 1000 રન પૂરા કર્યા જ્યારે કોહલીને અહીં સુધી પહોંચવામાં 30 ઇનિંગ્સ લાગી હતી. જુઓ તેણે બનાવેલા રેકોર્ડ્સ-

બાબર આઝમે તોડ્યો રેકોર્ડ

પાકિસ્તાનનાં કેપ્ટન દ્વારા સૌથી વધુ T20 રન

1000 – બાબર આઝમ*
753 – મોહમ્મદ હાફીઝ
597 – શાહિદ આફ્રિદી

કેપ્ટન તરીકે સૌથી વધુ T20I 50+ સ્કોર

13 – બાબર આઝમ
13 – વિરાટ કોહલી
11 – એરોન ફિન્ચ
11 – કેન વિલિયમસન

T20 માં સૌથી વધુ 50+ સ્કોર

29 – વિરાટ કોહલી
26 – રોહિત શર્મા
23 – બાબર આઝમ
20 – ડેવિડ વોર્નર
20 – પોલ સ્ટર્લિંગ

બાબર આઝમે તોડ્યો રેકોર્ડ

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને 3 રનથી હરાવ્યું,બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર

T20 ઇન્ટરનેશનલ રેકોર્ડની વાત કરીએ તો, આઝમે પાકિસ્તાન માટે રમાયેલી 64 મેચોની 59 ઇનિંગ્સમાં 47.83ની એવરેજ અને 129.64ની સ્ટ્રાઇક રેટથી કુલ 2,296 રન બનાવ્યા છે. જેમાં 21 અડધી સદી અને એક સદી સામેલ છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીનાં T20 ઈન્ટરનેશનલ આંકડાઓ પર નજર કરીએ તો તેણે 90 મેચની 85 ઈનિંગમાં 52.72ની શાનદાર એવરેજ અને 138.56ની સ્ટ્રાઈક રેટથી 3,216 રન બનાવ્યા છે, જેમાં 29 અડધી સદી સામેલ છે. જણાવી દઈએ કે અફઘાનિસ્તાને કેપ્ટન મોહમ્મદ નબીનાં 35 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે બાબર આઝમની અડધી સદીની મદદથી લક્ષ્યનો મજબૂત પીછો કર્યો હતો. પરંતુ રાશિદ ખાને વચ્ચેની ઓવરોમાં ત્રણ વિકેટ લઈને મેચને અફઘાનિસ્તાન તરફ વાળી હતી. જોકે 19મી ઓવરમાં આસિફ અલીએ ચાર સિક્સર ફટકારીને પાકિસ્તાન ટીમને જીત અપાવી હતી.