Not Set/ બાહુબલીના કટપ્પાને થયો કોરોના, રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ

બાહુબલી ફિલ્મમાં કટપ્પાની ભૂમિકા ભજવનાર સત્યરાજ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Entertainment
કટપ્પા

કોરોનાએ ફરી એકવાર વિશ્વભરમાં કાળો કેર વરસાવ્યો છે. સામાન્ય માણસથી લઈને મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા સેલેબ્સ આ વાયરસનો શિકાર બની રહ્યા છે. હવે એવા અહેવાલ છે કે બાહુબલી ફિલ્મમાં કટપ્પા ની ભૂમિકા ભજવનાર સત્યરાજ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેમના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો :બોલીવુડમાં કોરોનાનો ભરડો, અનેક દિગ્ગજ કલાકારો, ફિલ્મ મેકર કોરોનાની ચપેટમાં

કટપ્પા

ફિલ્મ નિર્માતા વંશી શેખરે ટ્વિટર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું- “અભિનેતા #સત્યરાજનો #COVID19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. તેમને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા. જણાવી દઈએ કે સત્યરાજ પહેલા ફિલ્મ નિર્માતા પ્રિયદર્શનને કોરોનાના સમાચાર મળ્યા હતા.

સત્યરાજના જીવનની સૌથી મોટી માઈલસ્ટોન ફિલ્મ બાહુબલી હતી. સત્યરાજે ‘કટપ્પા’નું આઇકોનિક પાત્ર ભજવીને કરોડો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સત્યરાજ કટપ્પાની ભૂમિકા માટે દિગ્દર્શક રાજામૌલીની પ્રથમ પસંદગી ન હતા. આ ભૂમિકા સૌપ્રથમ મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલને ઓફર કરવામાં આવી હતી. જોકે, બાદમાં મોહનલાલ આ ફિલ્મ કરી શક્યા ન હતા અને આ ફિલ્મમાં સત્યરાજની એન્ટ્રી થઈ હતી.

કટપ્પા

આ પણ વાંચો :પોસ્ટપોન નહીં થાય યશ ની KGF Chapter 2 , રોકિંગ સ્ટારે જન્મદિવસ પર શેર કર્યું નવું પોસ્ટર

સત્યરાજના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, 22 વર્ષની ઉંમરે તેઓ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માટે મક્કમ હતા. જો કે, તેની માતા ઈચ્છતી ન હતી કે તે અભિનેતા બને. તેણે 1978માં આવેલી ફિલ્મ ‘સત્તમ એન કાયલ’થી અભિનેતા તરીકે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે, લીડ એક્ટર તરીકે તેણે 1985માં આવેલી ફિલ્મ ‘સાવી’માં કામ કર્યું હતું. તમિલ અને તેલુગુ ફિલ્મો સિવાય સત્યરાજ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. તેણે ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં દીપિકા પાદુકોણના પિતાની ભૂમિકા ભજવી હતી.

આપને જણાવી દઈએ કે વિશાલ દદલાની, સોનુ નિગમ, મ્યુઝિક ડિરેક્ટર એસ થમન, સ્વરા ભાસ્કર સહિત ઘણા સેલેબ્સ હાલમાં કોવિડ 19 થી સંક્રમિત છે. આ પહેલા કરીના કપૂર ખાન, મહિપ કપૂર, શનાયા કપૂર, નોરા ફતેહી, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર સહિત ઘણા સેલેબ્સ કોરોના સામે યુદ્ધ લડી ચૂક્યા છે.

આ પણ વાંચો :કોરોનાએ લીધો વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનો જીવ, 79 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

આ પણ વાંચો :સલમાન ખાને અભિજીત બિચુકલેને કહ્યું વાળ પકડીને ઘરની બહાર કાઢી મુકીશ, જુઓ વીડિયો

આ પણ વાંચો :બિગ બોસમાં આવ્યો સૌથી મોટો ઉલટપેર, Show નાં સૌથી સ્ટોન્ગ કન્ટેસ્ટન્ટ આઉટ