IND vs ENG/ IPL-T20 વર્લ્ડ કપને લઇને બેયરસ્ટોએ આપ્યુ એવુ નિવેદન, ભારતીય ખેલાડી રહે સાવધાન

ક્રિકેટનાં ચાહકો માટે એપ્રિલ મહિનો ખાસ બનવા જઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, દુનિયાની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ એટલે કે IPL આવતા મહિનાથી શરૂ થવા જઇ રહી છે.

Sports
ગરમી 147 IPL-T20 વર્લ્ડ કપને લઇને બેયરસ્ટોએ આપ્યુ એવુ નિવેદન, ભારતીય ખેલાડી રહે સાવધાન

ક્રિકેટનાં ચાહકો માટે એપ્રિલ મહિનો ખાસ બનવા જઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, દુનિયાની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ એટલે કે IPL આવતા મહિનાથી શરૂ થવા જઇ રહી છે. આ ટૂર્નામેન્ટ 9 એપ્રિલથી શરૂ થશે. આ સિઝન માટે ઘણી ટીમોએ ટ્રેનિંગ સેશન શરૂ કર્યા છે. ત્યારે આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમ આ દિવસોમાં ભારત પ્રવાસ પર છે. 4 ટેસ્ટની શ્રેણી પછી, તે અહીં 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ પણ રમી અને હવે તે 3 મેચની વન-ડે સિરીઝ રમી રહી છે.

CSK નવા લૂકમાં / ધોનીની ટીમે IPL પહેલા લોન્ચ કરી નવી જર્સી, જુઓ Video

ઈંગ્લેન્ડની ટીમને અત્યાર સુધીમાં ટેસ્ટ અને ટી-20 બંને સિરીઝમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે વનડે સિરીઝમાં તે 0-1 થી પાછળ છે. તેમ છતા, તેના ખેલાડીઓ આઈપીએલ અને ટી-20 વર્લ્ડ કપ 2021 ની તૈયારી કરીને તેની તરફ નજર કરી રહ્યા છે. ઈંગ્લેન્ડનાં ઘણા ખેલાડીઓ પણ આ પ્રવાસ પછી અહીંથી શરૂ થનારી ટી-20 લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) માં રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં ટીમનાં ઓપનિંગ બેટ્સમેન જોની બેયરસ્ટો માને છે કે આનાથી ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓને મજબૂત કરવાની તક મળશે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ટી-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. બેયરસ્ટો હાલમાં ભારત સામે 3 મેચની વન-ડે સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમનો ભાગ છે. પ્રથમ વન-ડેમાં તેણે 94 રનની શાનદાર ઇનિંગ્સ પણ રમી હતી. તેણે બુધવારે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘જુદા જુદા મેદાન પર રમવા માટેની આ સુવર્ણ તક હશે અને અમારે આ મેદાન પર ટી-20 વર્લ્ડ કપ રમવાની છે. તે પણ ખબર પડશે કે આ સ્થિતિમાં બોલિંગ કેવી રહેશે.’

ક્રિકેટ ફેન્સ રહો તૈયાર / IPL 2021 નું એન્થમ રિલીઝ, જુઓ આ વીડિયો

વિકેટકીપર બેટ્સમેને કહ્યું, ‘જમીનનાં કદ અને પીચો વિશે પણ ખ્યાલ આવી જશે. કયા મેદાન પર કેટલો સ્કોર સચોટ હશે તેની આગાહી કરવામાં પણ મદદ મળશે. ”બેયરસ્ટો આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) નો ભાગ છે, જે 11 એપ્રિલે કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સામે પ્રથમ મેચ રમશે. તેમણે કહ્યું, “અમે અત્યારે અહીં રમી રહ્યા છીએ અને આઈપીએલની પહેલી મેચ ચેન્નઈમાં થશે, પરંતુ અહીં રમવાથી પરિસ્થિતિઓ અને હવામાનને અનુરૂપ બનાવવામાં મદદ મળી રહી છે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ