Tokyo Olympic/ સેમિફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર, હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે મુકાબલો

ભારતની દીકરીઓ પાસે આજે પહેલી વખત ઈતિહાસ રચીને ઓલમ્પિકના ફાઈનલમાં પહોંચવાની તક હતી અને સમગ્ર દેશની નજર આજે ટોક્યોમાં ટીમ ઈન્ડિયા પર ટકેલી હતી,

Top Stories Sports
સેમિફાઇનલમાં

ટોક્યો ખાતે ચાલી રહેલા ઓલમ્પિકમાં આજે ભારત પાસે ઈતિહાસ સર્જવાની તક હતી, પરંતુ આ આશાઓ પટ હવે પૂર્ણવિરામ મુકાયું છે. હકીકતમાં ભારતીય મહિલા હોકી ટીમ આજે સેમિફાઈનલમાં આર્જેન્ટિના સામે રમવા ઉતરી હતી, સેમિફાઇનલમાં મહિલા ટીમની હાર થઈ છે.

આ પણ વાંચો :રેસલિંગમાં રવિકુમાર દહિયાએ રચ્યો ઈતિહાસ, હવે બીજો સિલ્વર મેડલ કન્ફર્મ

આપને જણાવી દઈએ કે, ભારતની દીકરીઓ પાસે આજે પહેલી વખત ઈતિહાસ રચીને ઓલમ્પિકના ફાઈનલમાં પહોંચવાની તક હતી અને સમગ્ર દેશની નજર આજે ટોક્યોમાં ટીમ ઈન્ડિયા પર ટકેલી હતી, ત્યારે હવે મહિલા ટીમની હાર બાદ તેઓને બ્રોન્ઝ માટે મુકાબલો રમવો પડશે.

આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈનલમાં ભારત વતી એક માત્ર ગોલ ફટકારનારી ગુરજીત કૌરે ડ્રેગ ફ્લિકથી પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતે પહેલો ગોલ ફટકારતાં આખા દેશમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચો :ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ, ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ટોક્યો ઑલિમ્પિક્સનો આજે 13મો દિવસ છે, આજે સવારે મહિલા પહેલવાન લવલીનાએ સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો અને તેમને બ્રોન્ઝ મેડલ મળ્યો છે ત્યારે ભારતનાં બે પુરુષ પહેલવાનોએ પણ આજે જોરદાર પ્રદર્શન કર્યું હતું. રવિ દહિયાએ શાનદાર પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ પાક્કો કર્યો છે જ્યારે આજે પુનિયાની હાર થઈ હતી, જોકે તેમની પાસે પણ બ્રોન્ઝ જીતવાની તક છે.

મેચનાં પહેલા હાફ બાદ ભારત અને આર્જેન્ટિના વચ્ચે રસાકસી જામી હતી. ભારત અને આર્જેન્ટિના બંને 30 મિનિટમાં સામસામે જોરદાર ટક્કર આપતા દેખાયા. પહેલા ક્વાર્ટરમાં ભારત અને બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાને મળ્યો ગોલ.

આ પણ વાંચો :ભારત અને પાકિસ્તાન વચ્ચે જલ્દી જ રમાશે મેચ, જાણો ક્યારે

આ પણ વાંચો : જમ્મુ -કાશ્મીરમાં અનુભવાયો 5.2 તીવ્રતા ભૂકંપનો આંચકો

મેચની શરૂઆત ભારત માટે ખૂબ જ સારી રહી હતી તથા મેચનો પહેલો ક્વાર્ટર ભારતનાં નામે રહ્યો અને પહેલો ગોલ પણ ભારતે ખૂબ જલ્દી કર્યો હતો. જે બાદ આર્જેન્ટિનાએ મેચમાં વાપસી કરી અને પહેલો ગોલ કર્યો હતો. 18મી મિનિટે આર્જેન્ટિનાએ પહેલો ગોલ કર્યો હતો.

રવિ દહિયા ફાઇનલમાં પહોંચતા ભારતનો સિલ્વર મેડલ પાક્કો, ગોલ્ડ પણ જીતી શકે

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળવાની આશા જાગી  છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે. તેમજ ગોલ્ડ મેડલ જીતવાની પણ તક ઊભી થઈ છે. 57 કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિનો વિજય થયો છે.