Not Set/ આ મેડીકલ કોલેજમાં સ્ટુડન્ટસ નહિ પહેરી શકે સ્કર્ટ કે જીન્સ

નવી દિલ્લી દરેક વ્યક્તિને પોતાની ઇરછા મુજબ કપડા પહેરવાનો અધિકાર મળેલો છે  પરંતુ પંજાબમાં અમૃતસરની એક કોલેજમાં મામલો કઈક અલગ જ છે. આ કોલેજમાં ડ્રેસ કોડ મામલે આદેશ આપવામાં આવ્યો છે. કોલેજ તરફથી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ શું પેરીને આવી શકશે અને શું નહી. આશ્ચર્યની વાત તો એ છે કે આવો નિયમ મેડીકલ […]

Top Stories India Trending
TB1oWs3JVXXXXbzXXXXXXXXXXXX 0 item pic આ મેડીકલ કોલેજમાં સ્ટુડન્ટસ નહિ પહેરી શકે સ્કર્ટ કે જીન્સ

નવી દિલ્લી

દરેક વ્યક્તિને પોતાની ઇરછા મુજબ કપડા પહેરવાનો અધિકાર મળેલો છે  પરંતુ પંજાબમાં અમૃતસરની એક કોલેજમાં મામલો કઈક અલગ જ છે. આ કોલેજમાં ડ્રેસ કોડ મામલે આદેશ આપવામાં આવ્યો છે. કોલેજ તરફથી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ શું પેરીને આવી શકશે અને શું નહી.

આશ્ચર્યની વાત તો એ છે કે આવો નિયમ મેડીકલ કોલેજે લગાવ્યો છે.

પંજાબમાં અમૃતસરમાં આવેલી સરકારી મેડીકલ કોલેજના કેમ્પસમાં છોકરીઓને સ્કર્ટ, જીન્સ, ટીશર્ટ અને શોર્ટ્સ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મેડીકલ કોલેજની પ્રાચાર્ય સુજાતા શર્મા દ્વારા જાહેર કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર કોલેજ પરિસરમાં માત્ર છોકરીઓ જ નહિ પરંતુ છોકરાઓને પણ જીન્સ પેન્ટની જગ્યાએ ફોર્મલ પેન્ટ પહેરીને આવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

આ નવા ડ્રેસ કોડને ઓક્ટોમ્બર મહિનામાં અમલમાં મુકવામાં આવશે. ઘણા વિદ્યાર્થીઓએ  આ નિયમનો વિરોધ કર્યો હતો અને સર્ક્યુલર પાછુ લેવા માટે કહ્યું હતું પરંતુ કોલેજ દ્વારા ના પડી દેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે જુન મહિનામાં પુણેની એમઆઈટી સ્કુલમાં છોકરીઓ માટે એક ચોંકાવનારો નિયમ બનાવવામાં આવ્યો હતો. આ નિયમમાં સ્કુલની છોકરીઓને ફરજીયાતપણે ઇનર કપડા સફેદ રંગના જ પહેરવાના રહેશે તેવું જણાવ્યું હતું. અને જો આ નિયમ કોઈ છોકરી દ્વારા પાલન  નહિ કરવામાં આવે તો તેને કડક સજા આપવામાં આવશે.

એટલું જ નહી પંરતુ ટોઇલેટ જવાનો ચોક્કસ સમય પણ સ્કુલ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. જયારે મોટા ભાગના લોકોએ સ્કુલના આ નિયમનો વિરોધ કર્યો ત્યારે સ્કુલ દ્વારા સફાઈ આપવામાં આવી હતી કે આવા નિયમો લાવવા પાછળ અમારો ઈરાદો ઘણો સારો છે.