Not Set/ કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, ગાબડું પડતાં જીરાના પાકમાં પાણી ફરી વળ્યું

બનાસકાંઠા, બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે ફરી એકવાર થરાદના પિરગઢ ડિસ્ટ્રીબ્યુટી કેનાલમાં ગાબડું પડ્યું છે.પિરગઢ સીમમાંથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકશાન થયું છે. 4 એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યું છે. જેના પગલે ખેડૂતોમાં રોષ માહોલ જોવા મળી રહ્યો […]

Top Stories Gujarat Others Videos
mantavya 536 કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, ગાબડું પડતાં જીરાના પાકમાં પાણી ફરી વળ્યું

બનાસકાંઠા,

બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે ફરી એકવાર થરાદના પિરગઢ ડિસ્ટ્રીબ્યુટી કેનાલમાં ગાબડું પડ્યું છે.પિરગઢ સીમમાંથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે.

જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકશાન થયું છે. 4 એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યું છે. જેના પગલે ખેડૂતોમાં રોષ માહોલ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ,  હલકી ગુણવતાની કામગીરીના લીધે કેનાલમાં અવારનવાર ગાબડાં પડતા રહે છે. તંત્રને બેદરકારીનો ભોગ ખેડૂતોને બનવું પડે છે. ત્યારે વહેલી તકે કોઈ ગંભીર પ્રકારના પગલા લેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.