બનાસકાંઠા/ સામાન્ય બોલાચાલીમાં યુવકની ચપ્પાના ઘા મારી કરપીણ હત્યા

 બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકા ના ચાંગા ગામ પાસે ચપ્પાનાં ઘા મારી એક યુવકની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે જેમા બે દિવસ અગાઉ થયેલા ઝઘડા બાબતે ઠપકો આપવા મિત્ર સાથે ગયેલા

Gujarat Others
rupani 5 સામાન્ય બોલાચાલીમાં યુવકની ચપ્પાના ઘા મારી કરપીણ હત્યા

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકા ના ચાંગા ગામ પાસે ચપ્પાનાં ઘા મારી એક યુવકની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે જેમા બે દિવસ અગાઉ થયેલા ઝઘડા બાબતે ઠપકો આપવા મિત્ર સાથે ગયેલા મિત્ર ની કરપીણ હત્યા થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાંકરેજ તાલુકાના ચાંગા ગામ પાસે ગઈકાલે મોડી સાંજે સામાન્ય બોલાચાલી માં એક યુવકની હત્યા કરી હોવાની ઘટના બની છે, જેમાં ચાંગા ગામે બે દિવસ અગાઉ જ અલ્પેશ ચૌધરી અને પિયુષ પરમાર વચ્ચે બોલાચાલી થઇ હતી જો કે તે સમયે મામલો સ્થાનિક લોકો ના સમજાવટ થી મામલો થાળે પડી ગયો હતો પરંતુ ગઈકાલે મોડી સાંજે પિયુષ પરમાર તેના મિત્ર પ્રકાશ ઠાકોર સાથે અલ્પેશ ને ઠપકો આપવા માટે ગયા હતા જોકે તે સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો.

તેને કમરમાંથી છરી કઢી સમજવવા માટે આવેલા બંને યુવકો પર હુમલો કર્યો હતો. હુમલામાં પ્રકાશ ઠાકોર ને ગાળાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પિયુષ ને ડાબી બાજુ પાંસળી પર ગંભીર ઇજા પહોંચી હતી, હત્યા કરી અલ્પેશ ત્યાંથી નાસી ગયો હતો, ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તેમજ થરા પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પી એમ માટે તેમજ ઈજાગ્રસ્તો યુવકને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટના મામલે થરા પોલીસે ફરાર અલ્પેશ વિરમાભાઈ ચૌધરી સામે હત્યા નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.