Not Set/ બનાસકાંઠા/ ઠાકોર સમાજનું ફરમાન, હવેથી સમાજની દિકરીઓ અને સ્ત્રીઓ નહિ જઈ શકે મેળામાં… 

મહિલાઓ માટે હવે બનાસકાંઠામાં નવો નિયમ બનાસકાંઠા ઠાકોર સમાજનું ફરમાન મહિલાઓ માટે કેટલાંક નિયમો કરાયા જાહેર ધાર્મિક સ્થળોએ પગપાળા યાત્રામાં મુદ્દે નિયમ મહિલાઓને પગપાળા યાત્રામાં જવા પ્રતિબંધ અગાઉ કેટલાંક ગામોમાં મહિલાઓ માટે અલગ નિયમ મહિલાઓને મોબાઇલ રાખવા પર હતો પ્રતિબંધ બનાસકાંઠામાં આજ રોજ લાખણી  ખાતે ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજ માટે કેટલાક નિયમો […]

Gujarat Others
bsk બનાસકાંઠા/ ઠાકોર સમાજનું ફરમાન, હવેથી સમાજની દિકરીઓ અને સ્ત્રીઓ નહિ જઈ શકે મેળામાં... 
  • મહિલાઓ માટે હવે બનાસકાંઠામાં નવો નિયમ
  • બનાસકાંઠા ઠાકોર સમાજનું ફરમાન
  • મહિલાઓ માટે કેટલાંક નિયમો કરાયા જાહેર
  • ધાર્મિક સ્થળોએ પગપાળા યાત્રામાં મુદ્દે નિયમ
  • મહિલાઓને પગપાળા યાત્રામાં જવા પ્રતિબંધ
  • અગાઉ કેટલાંક ગામોમાં મહિલાઓ માટે અલગ નિયમ
  • મહિલાઓને મોબાઇલ રાખવા પર હતો પ્રતિબંધ

બનાસકાંઠામાં આજ રોજ લાખણી  ખાતે ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ માટે કેટલાક નવા  નિયમ બહાર પાડવામાં આવ્યા છે. સમાજ દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ઠાકોર સમાજની  મહિલાઓને પગપાળા યાત્રામાં જવા પ્રતિબંધ મુક્યો છે. આ અગાઉ  પણ  એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં મહિલાઓને  મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

સમાજના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર સામાજિક અને આર્થિક રીતે ટકી રહેવા હેતુસર આ નિર્ણયલેવામાં આવ્યો છે. 21/02/2020 ના રોજ લાખણી ખાતે મીટીંગ કરી ને પરિપત્ર ને આખરી સ્વરૂપ આપવામાં આવશે

અગાઉ સમાજ દ્વારા યુવતીઓના મોબાઈલ રાખવા પર પ્રતિબંધ લગાવાયો હતો. ત્યારે હવે મેળામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવતા અનેક સવાલ થયા છે. શું સમાજમાં પુરુષો માટે કોઈ જ નિયમો નહિ…? વાત કરીએ ઠાકોર સમાજની તો ઠાકોર સમાજમાં આજે પણ કેફી પદાર્થના સેવનનું વ્યસન પ્રમાણ પુષ્કળ પ્રમાણ માં જોવા મળે છે. તો શું આ વાતો આ સમાજના હોદ્દેદારોના ધ્યાનમાં કેમ નથી આવતી…?

ઠાકોર સમાજે શું લીધા નિર્ણય?

તમામ પ્રકારના પ્રસંગમાં કેફી પદાર્થ સંપૂર્ણ બંધ કરવા, તમામ પ્રકારના પ્રસંગમાં ઓઢામણા પ્રથા બંધ કરવી, દીકરા-દીકરીના ઢુંઢ પ્રસંગે રાવણું બંધ કરીને પરિવારના સભ્યોનું પુરતું આયોજન કરવું, ઢુંઢ પ્રસંગે માત્ર પિતાએ જ ઢુંઢ લેવી, ઢુંઢ પેટે રોકડ આપી દેવા, સગપણ પ્રસંગે સ્ત્રીઓને સાથે લઈ જવી નહી, ફેંટો બાંધવવાની પ્રથા બંધ કરવી, વરણા લઈ જવાની પ્રથા બંધ કરવી, બિમારી વખતે સમાચાર લેવા માટે કરવામાં આવતા રાવણા પ્રથા બંધ, મેળામાં કે અન્ય જગ્યાએ દીકરીઓ કે સ્ત્રીઓને લઈ જવી નહીં, લગ્ન પ્રસંગે પત્રિકામાં પરિવાર સિવાય કોઈના નામ લખવા નહી, લગ્નમાં માત્ર બે જ માણસો દિવસે જ મુકવા, રાત્રે મુકવા નહી, લગ્ન દરમિયાન દીકરીના પિતા સિવાય કોઈએ વાસણ લાવવા નહી, રાત્રે જાગના સમયે જાનમાં ડી.જે. લાવવા નહી, લગ્ન પ્રસંગે કુંવાસી કે કોઈને પણ ઓઢમણા કરવા નહી, મામેરા પ્રસંગે કુંવાસીઓ દ્વારા લાવાવમાં આવતા ઢાઢિયા પ્રથા બંધ કરવી, મામેરામાં સામેના પક્ષને આપવામાં આવતા ઓઢમણા કરવા. અન્ય માણસોને ઓઢામણા કરવા નહી, મરણ પ્રસંગે બેસણું એક સાથે પાંચ કે સાત દિવસ રાખવું, બેસણા વખતે સીરો, ખીંચડી-કઢી સિવાય અન્ય કોઈ વાનગી રાખવી નહી. મરણ પ્રસંગે અન્ય દિવસોમાં માત્ર ખીંચડી કઢી જ રાખવા, મરણ પ્રસંગે સુંવાળા ઉતરાવેલ હોય તેને લુંગીનો ખર્ચ કુંવાસી પાસેથી લેવો નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.