India News: ભારતમાં દિવાળીના તહેવારોને પગલે વિવિધ રાજ્યોની બેંક(Bank) શાખાઓમાં 9, 10 અને 11 નવેમ્બર 2026ના રોજ અલગ-અલગ દિવસે રજાઓ રહેશે. તહેવારોની ઉજવણી દેશના વિવિધ ભાગોમાં જુદા જુદા દિવસે થતી હોવાથી બેંક રજાઓની યાદી પણ રાજ્યવાર અલગ-અલગ છે. બેંકમાં કામ હોય તો જતા પહેલા તમારા રાજ્યની રજા જાણી લેવી જરૂરી છે.
રાજ્યવાર બેંક(Bank) રજાઓનું સંપૂર્ણ શિડ્યુલ
9 નવેમ્બર 2026: ત્રિપુરા, મધ્ય પ્રદેશ, ચંડીગઢ, સિક્કિમ, મણિપુર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં દિવાળી, લક્ષ્મી પૂજન, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે.
10 નવેમ્બર 2026: ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને સિક્કિમમાં દિવાળી, ગોવર્ધન પૂજા, લક્ષ્મી પૂજન અને વિક્રમ સંવત નૂતન વર્ષના કારણે બેંકોમાં રજા રહેશે.
11 નવેમ્બર 2026: સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં ભાઈબીજ, નિંગોલ ચક્કોઉબા અને ચિત્રગુપ્ત જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે.
શનિવારની રજાઓ અંગેના નિયમો
ભારતમાં નિયમ મુજબ તમામ શેડ્યૂલ્ડ અને નોન-શેડ્યૂલ્ડ બેંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે જાહેર રજા હોય છે, જ્યારે પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે બેંકોમાં કામકાજ ચાલુ રહે છે. બેંક હોલિડે(Bank Holidays November 2026)ની યાદી જોઈને જ બેંકના કામકાજનું આયોજન કરવું હિતાવહ છે.
આ પણ વાંચો: IDBI બેંકના વેચાણ મુદ્દે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર આક્ષેપો
આ પણ વાંચો: બેંકની બેદરકારીથી ઠગાઈ થાય તો પૈસા પરત આપવા પડશે? સુપ્રીમ કોર્ટનો મોટો સવાલ
આ પણ વાંચો: ગોવિંદપુર SBI બેંકમાં તોડફોડના કેસમાં સિદ્ધાર્થ સતાસિયાની ધરપકડ
