Botad/ વેરા વધારા અને આકારણીને લઈ બરવાળા શહેર આજે સજ્જડ બંધ

બરવાળા શહેર આજે સજ્જડ બંધ છે. નાગરિક સમિતિ દ્વારા વેરા વધારો તેમજ આકારણી મુદ્દે પ્રત્યે હાલાકી ને લઇ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 01T160930.413 વેરા વધારા અને આકારણીને લઈ બરવાળા શહેર આજે સજ્જડ બંધ

બોટાદ: બરવાળા શહેર આજે સજ્જડ બંધ છે. નાગરિક સમિતિ દ્વારા વેરા વધારો તેમજ આકારણી મુદ્દે પ્રત્યે હાલાકી ને લઇ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચાયો હતો, ત્યારબાદ આકારણી મુદ્દે કોઈ નિર્ણય ન લેવાતા આજે બરવાળા નાગરિક સમિતિ દ્વારા સજ્જડ બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

માહિતી અનુસાર, બરવાળા શહેર આજે સંપૂર્ણ બરવાળા નાગરિક સમિતિ દ્વારા વેરા વધારો તેમજ બરવાળા શહેરમાં લોકોને પડતી આકારણીની હાલાકી ને લઇ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, વેરા વધારાના પગલે બે દિવસ પહેલા જ નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચવામાં આવ્યો હતો, પરંતુ આકારણી બાબતે કોઈ નિકાલ ન થતા બરવાળા નાગરિક સમિતિ દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તે યથાવત રાખતા આજે બરવાળા શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું.

વેપારીઓ અને નાગરિકો તેમજ નાગરિક સમિતિ દ્વારા વહેલી તકે આકારણીમાં પડતી તેમજ ગટરવેરો વધારો હાલ ગટર વ્યવસ્થા પૂરતી ન હોય જેને લઈ હાલ પુરતો ગટર વેરો પરત ખેંચી સંપૂર્ણ ગટર વ્યવસ્થા નું કામ કર્યા બાદ અડધા વર્ષથી લાગુ કરવાને બદલે નવા વર્ષથી લાગુ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

આકારણી મુદ્દે પડતી હાલાકી મામલે વહેલી તકે નિકાલ આવે તેવી માગ કરાઈ છે. જ્યારે ગટરવેરો નવા વર્ષથી અને સંપૂર્ણ ગટર કાર્ય પૂર્ણ થયા બાદ વધારવામાં આવે તેવી માગ કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 વેરા વધારા અને આકારણીને લઈ બરવાળા શહેર આજે સજ્જડ બંધ


આ પણ વાંચો: Supreme Court/ તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો: Riverfront Murder/ વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન

આ પણ વાંચો: સુરત/ આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા