Not Set/ પોરબંદર/ માધવપુરા ખાતે બીચ ફેસ્ટીવલનું આયોજન

પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા માટે પોરબંદરના માધવપુરના બીચ ખાતેબીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.  રાજયના પ્રવાસન મંત્રી  જવાહર ચાવડાના હસ્તે બીચ ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો પર્વ આવી રહ્યો છે,  ત્યારે પ્રવાસીઓમાં બીચ ફેસ્ટીવલ વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે. પોરબંદરનો માધવપુરના રળીયામણા બીચ ખાતે […]

Gujarat Others
beach 2 પોરબંદર/ માધવપુરા ખાતે બીચ ફેસ્ટીવલનું આયોજન

પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા માટે પોરબંદરના માધવપુરના બીચ ખાતેબીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.  રાજયના પ્રવાસન મંત્રી  જવાહર ચાવડાના હસ્તે બીચ ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો પર્વ આવી રહ્યો છે,  ત્યારે પ્રવાસીઓમાં બીચ ફેસ્ટીવલ વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે.

beach પોરબંદર/ માધવપુરા ખાતે બીચ ફેસ્ટીવલનું આયોજન

પોરબંદરનો માધવપુરના રળીયામણા બીચ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા બિચ ફેસ્ટીવલ નુ આયોજનક કરવામાં આવ્યુ છે. પોરબંદર-સોમનાથ વચ્ચે આવેલા માધવપુર નો દરીયો રળીયામણો છે. અને અહી પ્રવાસી થોડીવાર થંભી જાય છે. પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બનેલા આ દરીયા કિનારે પ્રવાસન વિભાગ દ્વારા છેલલા  ત્રણ વર્ષ થી બીચ ફેસ્ટીવલ નુ આયોજન દીવાળી વેકેશન દરમ્યાન કરવામાં આવે છે. તે મુજબ આજે ર૧ ઓકટોબર ના રોજ આ બીચ ફેસ્ટીવલ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

beach 1 પોરબંદર/ માધવપુરા ખાતે બીચ ફેસ્ટીવલનું આયોજન

રાજયના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા એ બિચ ફેસ્ટીવલ ને ખુલ્લો મુકયો હતો અને જણાવ્યુ હતુ કે ગુજરાત પણ પ્રવાસન ક્ષોત્રે વિકાસ કરી રહયુ છે. પ્રવાસન ધામોના વિકાસ માટે સરકાર દવારા ખાસ આયોજન કરવામાં આવે છે. તેમ માધવપુર ના દરીયા કીનારે મોટી સંખ્યામાં  પ્રવાસી આવતા હોય છે.  હાલ દીવાળી ના તહેવારોમાં પ્રવાસીઓ દરીયા કીનારે આવતા હોય આથી તેઓ બીચ ની મજા માણી શકે તેમ માટે બીચ ફેસ્ટીવલ યોજવામાં આવી રહયો છે. આ ફેસ્ટીવલથી સ્થાનીકો ને પણ ફાયદો થશે.

માધવપુર માં બીચ ફેસ્ટીવલ ના પ્રારંભ મહેદી,સંગીત અને રેત કલા સહીત ની સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ છે. તેમજ બીચ ફેસ્ટીવલ દરમ્યાન  વોલીબોલ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોબીગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બીમ બેલેન્સીગ, ઊંટસવારી અને ઘોડે સવારી નુ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ અને સ્થાનીકો તેમ નો લાભ લઈ શકશે.  આ ઉપરાંત ફુડ ઝોન અને ફોટો કોર્નર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.