Cricket/ અમેરિકાને 9 રને હરાવી આયર્લેન્ડની ટીમે હિસાબ કર્યો બરાબર

ફ્લોરિડાનાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિઝનલ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં આયર્લેન્ડે અમેરિકાને 9 રને હરાવીને હિસાબ બરાબરી કરી લીધો છે. અમેરિકાએ પ્રથમ મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું.

Sports
આયર્લેન્ડે અમેરિકાને હરાવ્યું

ફ્લોરિડાનાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિઝનલ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં આયર્લેન્ડે અમેરિકાને 9 રને હરાવીને હિસાબ બરાબરી કરી લીધો છે. અમેરિકાએ પ્રથમ મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું પરંતુ હવે આયર્લેન્ડે અમેરિકાને હરાવ્યું છે. પહેલા રમતા આયર્લેન્ડની ટીમ 18.5 ઓવરમાં માત્ર 150 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જોકે, અમેરિકાની ટીમ 141 રન જ બનાવી શકી હતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઇ છે.

આ પણ વાંચો – Cricket / ક્રિકેટનાં મેદાનમાં શોએબ અખ્તર અને સનથ જયસુર્યા થશે Return, ભારત વિરુદ્ધ રમશે મેચ

અમેરિકાનાં કેપ્ટન મોનક પટેલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડની શરૂઆત સારી રહી ન હોતી અને તેણે માત્ર 20 રનમાં પોતાની બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. પોલ સ્ટર્લિંગ 5 રન બનાવીને આઉટ થયો હતો અને કેપ્ટન એન્ડી બાલ્બિર્નીએ માત્ર 10 રન બનાવ્યા હતા. આ પછી લોર્કન ટકર અને કર્ટિસ કેમ્ફરે ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી નોંધાવી હતી. કેમ્ફોર 17 રને આઉટ થયો હતો અને ત્યારબાદ આયર્લેન્ડ નિયમિત અંતરે પોતાની વિકેટો ગુમાવતું રહ્યું હતું. જોકે, લોર્કાન ટકર એક છેડો સંભાળી રાખ્યો હતો અને તેણે 56 બોલમાં 9 ચોક્કા અને 3 છક્કાની મદદથી 84 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

આ પણ વાંચો – ENG vs WI / વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 સીરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા અમેરિકાનાં બન્ને ઓપનર બહુ સારું પ્રદર્શન કરી શક્યા ન હોતા અને 40 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી કેપ્ટન મોનક પટેલે 26 અને ગજાનંદ સિંહે 22 રનની ઇનિંગ રમી હતી. મિડલ ઓર્ડરમાં સુશાંત મોદાનીએ પણ 16 બોલમાં 27 રન બનાવ્યા પરંતુ બાકીનાં બેટ્સમેનોનાં સમર્થનનાં અભાવે ટીમ 141 રન જ બનાવી શકી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આયર્લેન્ડ માટે કર્ટિસ કેમ્ફરે ચાર ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.