Crime/ ગૌમાંસ : વલસાડ પોલીસના દરોડામાં એક આરોપી પકડાયો

વલસાડ ના ધૂમાંડિયા ગામમાં ગૌમાંસના જથ્થાની સંગહ ખોરી કરવામાં આવી રહી છે તેવી ખાનગી બાતમી વલસાડ શહેરની એલ સી બી, એસ ઓ જી, વલસાડ રૂરલ પોલીસની અલગ અલગ ટીમને પ્રાપ્ત થતા તેમણે ધુમાડિયા ગામે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન ગામની વાડીમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસ પણ જોઈને ચોકી ઉઠી હતી. મોટી સંખ્યામાં ગૌમાંસનો જથ્થો […]

Gujarat
crime ગૌમાંસ : વલસાડ પોલીસના દરોડામાં એક આરોપી પકડાયો

વલસાડ ના ધૂમાંડિયા ગામમાં ગૌમાંસના જથ્થાની સંગહ ખોરી કરવામાં આવી રહી છે તેવી ખાનગી બાતમી વલસાડ શહેરની એલ સી બી, એસ ઓ જી, વલસાડ રૂરલ પોલીસની અલગ અલગ ટીમને પ્રાપ્ત થતા તેમણે ધુમાડિયા ગામે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન ગામની વાડીમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસ પણ જોઈને ચોકી ઉઠી હતી. મોટી સંખ્યામાં ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસે ગૌ હત્યાના ઈસમો સામે ગુનો નોંધીને ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી હતી. જોકે, પાછળથી એક આરોપી ઘટનાસ્થળેથી પકડાયો હોવાની વાત સામને આવતા પોલીસે તેની જોડે સઘન પુછપરછ શરુ કરી હતી.

ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા ને ગૌમાંસના જથ્થા વિશેની બાતમી મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સાથેનો સ્ટાફ બાતમીના સ્થળે પહોંચી ગયા હતા. ગામની વાડીમાં ઘણા સમયથી ગૌ હત્યા કરવામાં આવતી હતી. આરોપીઓએ વાડીમાં ખાડો ખોદીને ગૌમાંસ ના અવશેષોને દાટી દીધા હતા. પોલીસે તે અવશેષોને બહાર કાઢીને તેને એફએસએલમાં રિપોર્ટ કઢાવવા માટે મોકલી દીધા હતા.એટલું જ નહિ ગામમાંથી ગૌમાંસ મળી આવ્યાના મેસેજ સમગ્ર જિલ્લામાં વાઇરલ થયા બાદ વલસાડ અગ્નિવીર ગો-રક્ષા દળ પણ ઘટના સ્થળે પહોંચી જતા ઘટના ને લઈ કોઈ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગામમાં ગોઠવી દેવામાં આવ્યો હતો.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો